જિલ્લામાં આવશ્યક સેવા સાથે સંકળાયેલા 250 ઔધોગિક એકમોને પરવાનગી અપાઇ

ભુજ, તા. 7 : વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-19ના પગલે અમલમાં આવેલા 21 દિવસના લોકડાઉન સમયમાં કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ખાનગી ઔદ્યોગિક એકમોને પરવાનગી આપવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા Email/Id [email protected] પર કોઇ કંપની આવશ્યક ઉત્પાદનો આપવા ફાર્માસ્યુટિકલ યુનિટો અને આવશ્યક ચીજવસ્તુઓ સંબંધિત ઉત્પાદનોના ખાનગી કે ઔદ્યોગિક એકમો ચાલુ રાખવાનું ચેકલિસ્ટ ભરી અરજીને ભલામણ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે છે.  મળેલી અરજીને ધારાધોરણ મુજબ ચકાસી ચાલુ રાખવાપાત્ર એકમો, ભારે વાહનો અને વ્યક્તિઓને અવરજવરની પરવાનગી આપવામાં આવે છે.  તા. 7/4/2020 સુધીમાં આ માટે કુલ 552 અરજી મળી હતી. જેમાંથી 250ને મંજૂરી મળેલી હતી. 300ને નામંજૂર કરાયેલી છે. બે એકમોએ પરવાનગીની જરૂરિયાત ન હોવાનું જણાવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 9442 કર્મચારીઓ અને 690 વાહનોને પરવાનગી આપવામાં આવી છે. સંબંધિત ઔદ્યોગિક કે ખાનગી એકમોમાં લોક-ઈનમાં કામ કરતાં ન્યૂનતમ કર્મચારીઓ માટે પરવાનગી માટે સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવેલા છે. આ અરજીઓના અનુસંધાને કોઇ મુશ્કેલી કે માહિતી માટે સબંધિત પ્રાંત અધિકારીઓનો સંપર્ક કરવો. ઉકત પ્રક્રિયા અંગેની કોઇ પૃચ્છા, પ્રશ્ન કે અરજી અર્થે જરૂર પડે 99784 05275 નંબર પર સંપર્ક કરી શકાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer