ભુજ જથ્થાબંધ બજારમાં માલની અછત દૂર થઈ

ભુજ, તા. 7 : સ્થા. જથ્થાબંધ બજારમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ધીમે ધીમે સરળ થઈ રહ્યો છે. જિલ્લાના દરેક તાલુકા મથકોએ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં માલ પહોંચી ગયો હોવાથી અહીંની બજારમાં હવે શાંતિ જેવો માહોલ રહ્યો છે. બજારમાં ચહલપહલ મર્યાદિત થઈ ગઈ છે ને ભાવ પ્રમાણમાં ઘટી ગયા છે.વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ કચ્છ કલેક્ટરના નવા જાહેરનામાને પગલે બજારમાં વેપારીઓ પણ સવારના નવ વાગ્યાથી પોતાના કામકાજ શરૂ કરતા થઈ ગયા છે પણ બાર  વાગ્યા સુધી વેપારની છૂટ આપવામાં આવી છે પણ આટલા સમયમાં પૂરતો ધંધો થઈ શકતો નથી, જેથી અમુક વેપારીઓને હાલતુરંત વેપાર કરવામાં રસ ઓછો થઈ ગયો છે. દરમ્યાન જથ્થાબંધ બજારમાં માલનો પુરવઠો સરળ થઈ ગયો હોવા સામે લેવાલી મર્યાદિત રહેતાં સીંગતેલ બ્રાન્ડેડ માલના રૂા. 2200/2240, કપાસિયા તેલ લોકલના રૂા. 1340/1350, બ્રાન્ડેડના રૂા. 1500, પામતેલના રૂા. 1155/1180 જીએસટી વગરના ભાવ હતા. ખાંડના ક્વોલિટી મુજબ રૂા. 3725/3800, મગના રૂા. 105/115, મગફાડાના રૂા. 105/106, મગદાળના રૂા. 117/120, ચણા દાળના રૂા. 5900/6200, ગોળ કોલ્હાપુરના રૂા. 900/960, ખોળના રૂા. 1250/1280 અને ઘઉં ભૂસાના રૂા. 1125/1150 સુધી હતા. જોકે બજારમાં બાજરી તેમજ ચોખાની અમુક ચીજો અછત છે પણ આજકાલમાં તે માલ આવી જશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer