રોબિન ઉથપ્પાને વધુ એક વર્લ્ડ કપ રમવાનાં ઓરતાં

નવી દિલ્હી, તા. 7 : ટીમ ઇન્ડિયામાં વાપસીનો લાંબા સમયથી ઇંતજાર કરી રહેલ મિડલ ઓર્ડર બેટ્સમેન રોબિન ઉથપ્પાનું માનવું છે કે તે હજુ એક વર્લ્ડ કપ રમી શકે છે. ઉથપ્પાએ ટીમ ઇન્ડિયામાં છેલ્લે 201પમાં જગ્યા બનાવી હતી. તે પાછલા પાંચ વર્ષથી ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. તે હાલ ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં જગ્યા મેળવવાની તૈયારી કરી રહ્યો છે. તેને ભરોસો છે કે તે જગ્યા મેળવી લેશે. રોબિન ઉથપ્પા ભારત તરફથી 46 વન-ડે અને 13 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું પ્રતિસ્પર્ધી થવા માગું છું.મારી અંદર હજુ પણ આ પ્રકારની આગ છે. મને ઇમાનદારીથી લાગી રહ્યંy છે કે મારી અંદર હજુ એક વર્લ્ડ કપ બાકી છે. ખાસ કરીને નાના ફોર્મેટનો. કર્ણાટકનો આ 34 વર્ષીય બેટધર આ સિઝનમાં કેરળ તરફી રમ્યો છે. તે કહે છે કે હવે હું ટીમ ઇન્ડિયામાં ફિનિશરનો રોલ ભજવવાની તૈયારી કરી રહ્યો છું. ઘણા વર્ષો સુધી આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમનારા આ ખેલાડીને આ સિઝનમાં રિલીઝ કરી દીધો છે. આથી તેણે રાજસ્થાન રોયલ્સનો કરાર મેળવ્યો છે. તે ભારત તરફથી બે વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. વર્ષ 2007માં વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં તે ભારતીય ટીમનો હિસ્સો હતો. આ પછી પહેલીવાર રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ધોનીની કેપ્ટનશિપમાં રમ્યો હતો. આ પછી તે 2008માં ટીમ ઇન્ડિયાની બહાર થઈ ગયો હતો. બાદમાં તે અંદર-બહાર થતો રહ્યો. છેલ્લે તે 201પમાં ઝિમ્બાબ્વે પ્રવાસની ભારતીય ટીમનો સદસ્ય હતો. એ પછીથી તે બહાર છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેનું એવું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer