રાશનનો જથ્થો ગામેગામ પહોંચાડવા રાપરના ધારાસભ્ય દ્વારા રજૂઆત

રાપર, તા. 4 : રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ ગામેગામ રાશનનો જથ્થો પહોંચાડવા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી છે. તો અમુક જગ્યાએ ચણાદાળ-ખાંડ ન પહોંચ્યાની રાવ પણ ઊઠી છે ત્યારે  આ પુરવઠો  તાત્કાલિક ધોરણે પહોંચાડવા જણાવ્યું છે. શ્રીમતી આરેઠિયાએ  જિલ્લા કલેક્ટર તથા રાજ્યના પુરવઠા પ્રધાન જયેશભાઇ રાદડિયા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના લોકોને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ રાપર અને ભચાઉ તાલુકાના ગામડાઓમાં જ્યાં રેશનિંગની દુકાનો નથી ત્યાં ગામના સરપંચ તથા આગેવાનોને સાથે રાખી આ તમામ ગામોમાં રાશનનો જથ્થો વિતરિત કરવા તેમજ અમુક જગ્યાએ  ચણાદાળ-ખાંડનો જથ્થો નથી પહોંચ્યો ત્યાં તાત્કાલિક ધોરણે પુરવઠો પૂરો પાડવા સહિતની માંગ કરી છે. જેથી લોકો લોકડાઉનનો ભંગ ન કરે અને તેમને ગામમાં જ અનાજ મળી રહે અને લોકોને ધક્કા ખાવા ન પડે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer