ઇ-ગ્રામ સેન્ટર બંધ હોતાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને રોજગારી ભથ્થું આપવા માંગ

રાપર, તા. 7 : વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (વી.સી.ઇ.)ને રોજગારી ભથ્થું ચૂકવવા અંગે ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી તથા કચ્છ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, હાલમાં કોરોના વાયરસ મહામારીથી રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. સરકારના પરિપત્ર મુજબ ઇ-ગ્રામ સેન્ટર બંધ રાખવા હુકમ કર્યો છે પરંતુ ગ્રા.પં. ઇ-ગ્રામ સેન્ટરના અધિકૃત વીસીઇને સરકારી કોઇ વેતન ના હોઇ આવનારા દિવસોમાં રોજગારીનો પ્રશ્ન ઊભો થશે અને તેમના પરિવારનું પોષણ થઇ શકશે નહીં, જેથી ઇ-ગ્રામ સેન્ટર બંધ રહે ત્યાં સુધી વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને રોજગારી ભથ્થું આપવા માંગ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer