કચ્છના કોંગ્રેસી ધારાસભ્યે એક મહિનાનો પગાર રાહતનિધિમાં આપ્યો

રાપર, તા. 7 : રાપર વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી જણાવ્યું હતું કે તાજેતરમાં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસ અંતર્ગત સમગ્ર ભારત દેશ ગુજરાત સહિત આ ભયાનક વાયરસના સકંજામાં સપડાઈ ગયા છે. આવી કપરી પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ બનવું ખૂબ જ આવશ્યક છે. મારો એક માસનો ધારાસભ્યનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં જમા કરવા જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer