માધાપરના પ્રતિબંધિત વિસ્તારમાં હોમ ડિલિવરીની વ્યવસ્થા કરાઇ

ભુજ, તા. 7 : માધાપર પાસે યક્ષ મંદિર અને શિવમપાર્ક નજીક કૃષ્ણપાર્ક સોસાયટીમાં કોરોના વાયરસ કોવિડ-19ના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી દેવાયો છે.ભુજ નગરપાલિકા દ્વારા આ વિસ્તારના રહેવાસીઓને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે શાકભાજી, કરિયાણું, દૂધ, દહીં વગેરે ઘેર બેઠા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રતિબંધિત વિસ્તારના લોકો ફોનથી ઘેર બેઠા વસ્તુઓ મગાવી શકશે..આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી કરનારા વિતરકોમાં અલ્પેશ એન. ઠક્કર- પ્રોવિઝન સ્ટોર મો.નં.  94284 72941, પ્રજાપતિ દિલીપકુમાર વરિજીભાઇ -પ્રોવિઝન સ્ટોર મો.નં. 70437 03014, પ્રજાપતિ નિકુલકુમાર વીરજીભાઇ- પ્રોવિઝન સ્ટોર મો.નં. 83475 33613, પારજી જી. ઠાકોર -પાણીની સેવા માટે (શિવધારા) મો.નં. 99791 26638, મંજુબેન ગાભા શાકભાજી-ફળ માટે મો.નં. 95124 53419, કૈલાસ ગાભા -શાકભાજી-ફળ માટે મો.નં. 95865 67768, હમીર ખીમા ચાવડા -શાકભાજી-ફળ માટે મો.નં. 89801 82020, જિતેન્દ્રગિરિ નરાસિંહગિરિ ગોસ્વામી -ગેસ સુવિધા માટે મો.નં. 89803 73804, વિજયભાઇ બિહારીભાઇ જેઠી- દૂધ વિતરણની સેવા મો.નં. 97264 69731, રણજિત બી ખુમાન - દૂધ વિતરણની સેવા મો.નં. 97377 93909ની સેવાઓ મળી રહેશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer