શ્રમજીવીઓ-તંત્ર વચ્ચે સેતુરૂપ બનવા ફોકિયાએ તૈયારી દેખાડી

ભુજ, તા. 7 : કોરોનાના કારણે અમલી લોકડાઉન સમયે ઔદ્યોગિક એકમો મોટાભાગે બંધ હાલતમાં છે ત્યારે આવા એકમોમાં કામ કરતા શ્રમજીવીઓ અને વહીવટીતંત્ર વચ્ચે સેતુરૂપ બનવા માટે ફોકિયાએ તૈયારી દેખાડી આ માટેની પહેલ પણ કરી છે. ફોકિયાએ પાઠવેલી યાદીમાં જણાવ્યા અનુસાર ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સુચારુ રીતે ચલાવવા માટે ઉપયોગી બનવાની તૈયારી દેખાડવા સાથે લોકડાઉનનો ચુસ્ત  અમલ થાય તેવી અપીલ કરી વર્તમાન સમયે શ્રમજીવી વર્ગ સ્થળાંતર ન કરે તે હિતાવહ છે તો ઉદ્યોગકારો પણ તેમના યુનિટમાં કામ કરતા આ મજૂરો અને તેના પરિવારને મદદરૂપ બનવા માટે સહાનુભૂતિ દેખાડે તેવી અપીલ પણ ફોકિયાની આ યાદીમાં કરવામાં આવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer