કોરોનાના દર્દી હાલમાં મલ્લવાડી ગયા નહોતા

ભુજ, તા. 7 : ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વ્યક્તિને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મહામારીનું સંક્રમણ કેવી રીતે તેમનામાં આવ્યું તેની તપાસ અને અટકળો વચ્ચે અસરગ્રસ્ત શખ્સના નજીકના સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું કે કેટલાય દિવસથી તેઓ માધાપરના મલ્લવાડી વિસ્તારમાં તેમના ભાઈઓને ત્યાં આવ્યા નથી અને લોકડાઉન બાદ તો તેઓ એકવાર સોની બજાર જવાને બાદ કરતાં ક્યાંય નીકળ્યા પણ નથી.  સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાગ્રસ્ત શખ્સ મલ્લવાડી આવતા હોવાની વાત ફેલાઈ છે પણ હકીકતમાં એવું નથી, તેઓ સોના-ચાંદીની પોતાની દુકાનમાંથી માલ કાઢવાને બાદ કરતાં બહાર નીકળ્યા નથી.  ઉલ્લેખનીય છે કે કચ્છમાં કોરોના વાયરસનો બીજો પોઝિટિવ કેસ નીકળતાં આ લોકલ ટ્રાન્સમિશન છે કે કેમ એના સહિતની અનેક બાબતો પર તપાસ શરૂ કરાઈ છે, તેમ અનેક અટકળો પણ ફેલાઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer