લોકડાઉનમાં સૌ ઘરે રહીને સ્થિતિનો સામનો કરીએ

લોકડાઉનમાં સૌ ઘરે રહીને સ્થિતિનો સામનો કરીએ
નલિયા (તા. અબડાસા), તા. 4 : રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે અબડાસા તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવીને જણાવ્યું કે, વિશ્વ કોરોના રોગનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણે સૌ તેનો સામનો લોકડાઉનથી કરીએ. નલિયા વેપારી એસોસીએશન દ્વારા ચાલતી રાત્રિ પ્રવૃત્તિનું નિદર્શન કરી તેમણે કહ્યું હતું કે, જરૂર પડયે સ્વૈચ્છિક સંસ્થાઓની વધુ રાહત પ્રવૃત્તિ શરૂ કરાશે. 21?દિવસના લોકડાઉનથી આપણે સૌ ઘરમાં રહી સામનો કરીએ. કચ્છ પર આઈ આશાપુરાના આશીર્વાદ છે કે લોકડાઉનના 8 દિવસ થયા માત્ર 1 કેસ પોઝિટિવ આવ્યો છે. કુદરતના આશીર્વાદથી આજ દિવસ સુધી વધારો થયો નથી, તેમણે દીનદયાળ ગ્રાહક ભંડારોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યાં હતાં.તેમની સાથે પ્રાંત અધિકારી ડી. એમ. ઝાલા, મામલતદાર શ્રી ડામોર, મહેશોજી સોઢા, મદદનીશ ટી.ડી.ઓ. કે. કે. પંડયા, હકૂમતસિંહ જાડેજા, અબ્દુલ મેમણ, મુન્નાભાઈ જાડેજા, તા.પં. સદસ્ય જયદીપસિંહ, ગોપાલસિંહ જાડેજા, પરેશસિંહ જાડેજા વગેરે સાથે રહ્યા હતા. એડવોકેટ લાલજીભાઈ કટુઆએ જરીર સૂચનો કર્યાં હતાં.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer