ગઢશીશા આખું સેનિટાઇઝ કરવાનું કાર્ય શરૂ : ચાર દિનમાં કામ પૂર્ણ કરાશે

ગઢશીશા આખું સેનિટાઇઝ કરવાનું કાર્ય શરૂ : ચાર દિનમાં કામ પૂર્ણ કરાશે
ગઢશીશા (તા. માંડવી), તા. 4 : કોરોના વાયરસ સામે લડવા સમગ્ર કચ્છમાં પણ લોકો જાગૃત બન્યા છે અને તંત્ર પણ પોતાની કામગીરીમાં સતત સતર્ક છે ત્યારે તાલુકાના આ સૌથી મોટા ગામ ખાતે ગામના પાટીદાર સમાજના અગ્રણી લધારામભાઇ નારાણ ભગત પરિવાર હસ્તે તાલુકા પંચાયતના સદસ્યા અવનીબેન જિતેન્દ્રભાઇ ભગત દ્વારા સૌથી વધારે આર્થિક યોગદાન તથા સાથે જનભાગીદારીથી ગઢશીશા ગામની તમામ ગલીઓમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ, સેનિટાઇઝર તથા ગૌમૂત્રના મિશ્રણથી આખા ગામમાં આ મિશ્રણનો છંટકાવ પ્રારંભ અંબાજી મંદિરના ચંદુમાના હસ્તે કરાયો હતો.આ પ્રસંગે ઉપસરપંચ રાજેશભાઇ?કરમશી ઉકાણી, જિતેન્દ્ર ભગત, તા.પં સદસ્યા અવનીબેન ભગત, એ.પી.એમ.સી. પૂર્વ ચેરમેન નારાણભાઇ ચૌહાણ, તા.પં. પૂર્વ પ્રમુખ ચંદુભાઇ વાડિયા, ડાહ્યાલાલ રતનશી રંગાણી, રમેશભાઇ પરવાડિયા, નવીનભાઇ પોકાર, જયેશભાઇ જોષી, અશોક જોષી, આનંદ ઠક્કર (ભોલાભાઇ), ગ્રા.પં. સદસ્યો ઉમેશભાઇ મિત્રી, હરેશભાઇ રંગાણી, પ્રેમચંદભાઇ સેંઘાણી, ચેતનભાઇ કોટક  વિગેરે સાથે પો.ઇ. આર. ડી. ગોજિયાએ માર્ગદર્શન પૂરું પાડયું હતું. ચાર દિવસની અંદર સમગ્ર ગામમાં તબક્કાવાર આ મિશ્રણ છંટકાવ કરાશે તેવું જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer