આરતી સમયે ધૂપ-દીવા કરવાથી રોગમુક્તિ થાય

આરતી સમયે ધૂપ-દીવા કરવાથી રોગમુક્તિ થાય
આદિપુર, તા. 4 : ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થતાં અહીંના પંચમુખી હનુમાન મંદિરે પાઠાત્મક શતચંડી યજ્ઞ પ્રારંભ થયો હતો. મંદિરના મહંત બ્રહ્મચારી પ્રકાશઆનંદજી મહારાજ જેમણે નવરાત્ર દરમ્યાન અનુષ્ઠાન કરી તેમના હસ્તે સાંજે નાળિયેર હોમ કરી સાંજે પૂર્ણાહુતિ થઈ હતી.  બ્રહ્મચારી મહારાજે અત્યારની કોરોનાની મહામારીની વિકટ સ્થિતિ ઉત્પન્ન થઈ છે, એમ જણાવી તેના માટે સર્વે માનવ જવાબદાર છે. આપણે આપણી વૈદિક સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ. દેશભરમાંથી કોરોના નાબૂદ કરવા દરેક મંદિરો, ઘર, ઓફિસ, ફેક્ટરી સાર્વજનિક જગ્યાઓ ઉપર આરતીના સમયે દીવાબત્તીના સમયે ધૂપ-આરતી અને શક્ય હોય તો નાનું હવન દરરોજ કરવાથી પ્રદૂષિત વાતાવરણ શુદ્ધ થશે અને તેનો ધુમાડો આપણે શ્વાસમાં લઈએ તે આપણા શરીરને ફાયદાકારક રહેશે. નજીકના સમયમાં આવતા તહેવારો જેમ કે હનુમાન જયંતી, મહાવીર જયંતી, પરશુરામ જયંતી? (અખાત્રીજ) વિગેરે ઊજવવામાં દરેક મંદિરોમાં હવનનું આયોજન રામકરણદાસજી, ધનેશ્વર મહારાજ, પાઠાત્મક શતચંડી યજ્ઞમાં ગ્યાપ્રસાદજી શુક્લા, યજ્ઞવિધિ જિજ્ઞેશ મહારાજ તથા સંધ્યાગિરિ સંસ્કૃત વેદ વિદ્યાલયના ઋષિકુમારોએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer