આરોગ્યલક્ષી સેવા છેવાડા સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ

આરોગ્યલક્ષી સેવા છેવાડા સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ
ભુજ, તા. 4 : રાપર શહેર, નંદાસર, ટીંડલાવા મોટામાં પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તાજેતરમાં કરાયું હતું. આ પ્રસંગે જિ. પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારાની આરોગ્યલક્ષી સેવાઓ છેવાડાના ગામના લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, ઉમેશ સોની, નગરપાલિકા ઉપપ્રમુખ હઠુભા સોઢા, પીયુઆઈના વડા જાડેજા, ટીએચઓ ડો. પૌલ, નગરપાલિકાના સદસ્યો, નંદાસર સરપંચ તથા ચાંદાજી સમા, વીભાજી સમા, ટીંડલવાના કેશુભા જાડેજા, તાલુકા વિકાસ અધિકારી ચાવડા, જિ. પં. સભ્ય કરસનભાઈ મંજેરી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એક પેટા આરોગ્ય કેન્દ્રનું મકાન 25 લાખમાં તૈયાર થયું છે. બધા પેટા આરોગ્ય કેન્દ્રમાં એફએચડબલ્યુ અને એમપીએચડબલ્યુ સેવામાં હાજર છે. આરોગ્યની સેવા સુધરતાં તાલુકામાં આંનદ છવાયો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer