અંજારના ઝૂંપડપટ્ટી વિસ્તારના દરિદ્રોની વહારે મામલતદાર

અંજારના ઝૂંપડપટ્ટી વિસ્તારના દરિદ્રોની વહારે મામલતદાર
અંજાર, તા. 4 : શહેરના નવાનગર અને જી.આઈ.ડી.સી.માં આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારના દરિદ્ર કુટુંબોની અંજાર મામલતદાર અને તેમની ટીમ દ્વારા યાદી બનાવી અને તેમાંના જરૂરિયાતમંદ આશરે 50 જેટલા પરિવારોને અઠવાડિયા સુધી ચાલે તેટલી માત્રાના રાશનની કિટ અપાઈ હતી. કોરોનાની મહામારી વચ્ચે અત્યંત ગરીબ અને રોજેરોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા લોકો માટે તંત્ર ખડેપગે સેવા અવિરત ચાલુ રાખશે એવું અંજાર મામલતદાર એ. બી. મંડોરીએ જણાવ્યું હતું. આવા જરૂરિયાતમંદ અને અત્યંત ગરીબ પરિવારોની માહિતી મેળવીને તંત્ર દ્વારા બનતી દરેક પ્રકારની મદદ માટે પ્રયત્ન કરાશે. આજે મામલતદાર શ્રી મંડોરી સાથે નાયબ મામલતદાર વૈભવ વ્યાસ અને ટીમ અંજારના ગરીબ દરિદ્ર પરિવારોની વહારે ગયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer