અંજારમાં આયુર્વેદિક તથા હોમિયોપેથીક દવાનું વિતરણ

અંજાર, તા. 4 : સરકારી આયુર્વેદિક તથા હોમિયોપેથીક દવાખાના દ્વારા લોકોમાં કોરોના વાયરસ બાબતે જાગૃતિ આવે અને તેનાથી રક્ષણ મળે તે હેતુસર વિવિધ સરકારી કચેરીઓ તેમજ વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે આયુર્વેદિક તથા હોમિયોપેથીક દવાના મફત વિતરણ સાથેની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. અંજાર નગરપાલિકા કચેરીની વિવિધ શાખાઓમાં આ સેવા પૂરી પાડવામાં આવી હતી. ડો. આનંદભાઈ દવે, ડો. મિતલબેન ઠક્કર, ડો. શર્મિષ્ઠાબેન તાળિયાડ દ્વારા માર્ગદર્શન અને દવા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સેનિ. ઈન્સ્પેક્ટર તેજપાલભાઈ લોંચાણી સાથે રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ ધર્મિષ્ઠોન ઠક્કર, કારોબારી ચેરમેન કેશવજીભાઈ સોરઠિયા, શાસકપક્ષના નેતા ડેનીભાઈ શાહ, મુખ્ય અધિકારી સંજય પટેલ, કચેરી અધીક્ષક ખીમજીભાઈ સિંધવ દ્વારા ડોક્ટરની ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.