જરૂરતમંદોની જઠરાગ્નિ તૃપ્તિ માટે સરવાણી

જરૂરતમંદોની જઠરાગ્નિ તૃપ્તિ માટે સરવાણી
ભુજ, તા. 4 : કચ્છમાં લોકડાઉનના પગલે શ્રમજીવી વર્ગને રોજગારી મળવી મુશ્કેલ બનતાં સેવાભાવીઓએ કોઈ ભૂખ્યું ન રહે તે માટે તૈયાર રસોઈથી માંડી રાશનકિટ જેવી જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરી માનવતા મહેકાવી છે. મોટા ફળિયા મિત્ર મંડળ ભુજ... ભુજમાં મોટા ફળિયા મિત્ર મંડળ દ્વારા વર્તમાન સ્થિતિમાં જરૂરત હોય તેવા લોકોને ઉપયોગી થવા માટે જૈન સમાજના આગેવાન અને ભુજ શહેર ભાજપના અધ્યક્ષ નવીનભાઇ લાલનની રાહબરીમાં સેવાના વિવિધ કાર્યો હાથ ધરાઇ રહ્યા છે. જીવન માટે જરૂરી એવી વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓની 200 કિટ બનાવી તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા અપાયેલા માસ્કનું પણ વોર્ડ નંબર પાંચ અને આસપાસના વિસ્તારમાં લોકોને વિતરણ કરાયું હતું. સાથેસાથે સેનેટાઇઝર પણ અપાયા હતા. સેવાભાવીઓ તારાચંદભાઇ છેડા, પંકજ મહેતા, દીપક રાજા વગેરેનો આ માટે આર્થિક સહયોગ રહ્યો હતો. સંસ્થાના ધીરેન લાલન સાથે અશોક વોરા, ચેતન શાહ, નીતેશ ગંગર, ચન્દ્રકાંત શાહ, ભદ્રેશ શાહ વગેરે વિતરણ સાથે લોકજાગૃતિ માટેના પ્રયાસો પણ હાથ ધરી રહ્યા છે. જિલ્લા મથકના પોલીસ જવાનોને રોટરી દ્વારા કિટ વિતરીત : ભુજ ખાતે ખડે પગે સેવા આપતા પાંચસો જેટલા પોલીસ હોમગાર્ડ અને બોર્ડરવિંગના જવાનોને રોટરી પ્રમુખ નીતિન સંઘવીના જણાવ્યા અનુસાર માસ્ક, સેનિટાઈઝર, હેન્ડ ગ્લોઝ, અલ્પાહાર, એનજી ડ્રિંક્સ, પાણી જેવી અગત્યની ચીજ વસ્તુઓની કિટ પ્રોજેક્ટ ચેરમેન પ્રફુલ્લ ઠક્કર દ્વારા તૈયાર કરી, ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ સહિતના 15 પોઈન્ટ (ત્રણ શિફટ), 10 મોબાઈલ વાહનો તથા સ્થાનિક અલગ અલગ ચોકીઓ ખાતે કિટ પહોંચતી કરાઈ હતી.રોટરી મંત્રી અભિજિત ધોળકિયાના જણાવ્યા અનુસાર ભુજ મર્કેન્ટાઈલ બેંક અને સી.એ. ઈશ્વરભાઈ દેસાઈ પરિવારના આર્થિક સહયોગથી સામાનની કિટ તૈયાર કરી, બેંકના જનરલ મેનેજર વચ્છરાજાની, ડાયરેક્ટર વિરેન શાહ તથા અતુલ દેસાઈની આગેવાની હેઠળ કલબ મેમ્બર મોહન શાહ, સી.એ. શ્રી દેસાઈ, ડો. જયંત વસા, અવનીશ ઠક્કર, રાજેશ ઠક્કર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડો. ઉર્મિલ હાથી વગેરે દ્વારા અલગ-અલગ ત્રણ-ત્રણ જણની ટીમ બનાવી સુખપર ચોકડીથી શેખપીર સુધીના તમામ પોઈન્ટ પર સ્થાનિકે જઈ વિતરીત કરવાની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. જાડેજા તથા વી.બી. ઝાલાનો સહયોગ સાંપડયો હતો.ભુજ બેંકર્સ કોલોનીમાં રહેતા લોકો માટે રાહતદરથી શાકભાજીનું વેચાણ કરાયું હતું. આયોજન માટે બેંકર્સના પ્રમુખ કલ્પેશભાઈ ઠક્કર, બાપાલાલ જાડેજા, કેશુભાઈ પટેલ, જીતુભાઈ ઠકકર તેમજ તમામ સભ્યોએ કર્યું હતું. ભુજના ક.વી.ઓ. જૈન મહાજન અને સર્વ સેવા સંઘ (કચ્છ) દ્વારા રામનવમીના સાંસદ વિનોદભાઈ ચાવડાના સહયોગથી ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામે અતિપછાત 50 પરિવારોને છેલ્લા અઠવાડિયાથી રાશનની તકલીફ હતી એવી માહિતી સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાને મળતાં તેમણે જનરલ મેનેજર અંકિત ગાલા, દર્શન જેઠી, પ્રદીપસિંહ ઝાલાને રૂબરૂ મોકલાવીને સરપંચ મનીષાબેન પટેલ, સામાજિક કાર્યકર હંસાબેન મહેશ્વરી સાથે રૂબરૂ આવા પરિવારને ઘરે ઘરે જઈ પાંચ કિલોના અનાજની કિટ પહોંચતી કરી હતી. પંડિત શ્યામજી કૃષ્ણવર્માની 89મી પુણ્યતિથિ સાદાઈથી ઉજવાઈ હતી. પુણ્યતિથિ નિમિત્તે જરૂરતમંદોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ ભાનુશાલી મહાજન, યુવક મંડળ, સત્યમ સંસ્થા, સ્મારક સમિતિ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શંભુભાઈ નંદા, લખમશીભાઈ ભદ્રા, હિંમતભાઈ દામા, ઘનશ્યામ નંદા, અરવિંદ માવ, દર્શકભાઈ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા. ભુજ : ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટના કાર્યકરોએ ભુજ શહેરમાં સરકાર દ્વારા જાહેર થયેલા પેકેજમાં નથી આવતા એવા બહારના રાજ્યોના અસંગઠિત મજૂરોની શ્રેણીમાં આવતા 125 જેટલા રોડની સાઈડ પર કાચા ઝૂંપડાવાળીને રહેતા મજૂર પરિવારોના 700 પરિવારજનોને રોજ રોજની રાશનકીટ જેમાં દાળ, ચોખા, લોટ, તેલ, મસાલા, ખાંડ પ વ્યક્તિના પરિવારને બે ટાઈમ જમવાનું બની શકે એ મુજબની 125 રાશન કિટ બનાવીને વિતરીત કરી રહ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, મેનેજીંગ ટ્રસ્ટી પરાક્રમસિંહ જાડેજા, બંકિમ ખત્રી, નરેશ પરમાર, અજીત પરમાર, ભાવેશ ગજજર, કીર્તિગિરિ ગોસ્વામી, મિતેશ જેઠી, કીર્તિ ઠક્કર, આનંદ રાઠોડ, દીપક રાઠોડ, કિશન જેઠી, નિનુ સરદાર, પબુરાઈ ફળિયા યુવક અને મહિલા મંડળ, રામેશ્વર યુવક મંડળ વગેરે મહેનત કરી રહ્યા છે, જેમાં રામરોટી કેન્દ્ર, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, ગત મંડળ ભુજ, ક.ગુ.ક્ષ. મહિલા મંડળ ભુજ, આશાપુરા પ્લાસ્ટિક-બિપિનભાઈ તેમજ સમગ્ર કચ્છ અને ગુજરાતમાંથી વિવિધ દાતાઓ સહયોગી બની રહ્યા છે. ભુજમાં સત્યમ અને તાનારીરી મહિલા મંડળ અને લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મધ્યમવર્ગના ઘેર ઘેર શાકની કીટ, દાતણ, ટૂથપેસ્ટ અને સૂકો નાસ્તો, ગાયોને નીરણ, પક્ષીને ચણ અને શ્વાનોને બિસ્કીટ અપાઇ રહ્યા છે. દર્શક અંતાણી, હેમેન્દ્ર જણસારી, નરેન્દ્ર સ્વાદિયા, ઘનશ્યામ સલાટ, કાર્તિક અંતાણી સેવા આપી રહ્યા?છે. દિનેશભાઇ અંતાણી, શ્રી જાડેજા, ધવલ ધોળકિયા, મંજુલાબેન જણસારી, ચંદુભાઇ સલાટ, ભાવનાબેન, દર્શન વૈશ્નવ, ભાસ્કરભાઇ માંકડ, ધારાશાત્રી શંકરભાઇ સચદે વગેરે આર્થિક સહયોગી બન્યા છે. કચ્છ તમિલ વેલફેર એસોસિએશન દ્વારા ગાંધીધામ અને આદિપુર વિસ્તારના 83 પરિવારોને મફત ચોખા, ઘઉંનો લોટ, દાળ અને તેલ અપાયા હતા. વેંકટરામન દ્વારા વ્યવસ્થા કરાઈ હતી. સુરેશ ઐયર (પ્રમુખ), શાજાહન (ઉપપ્રમુખ) અને અન્ય સમિતિના સભ્યો કાળુ એન્ટની, અરોકીઆડોસ અને એ સુબ્રમણ્યમ સહયોગ આપ્યો હતો. ગાંધીધામ મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમા અને મુસ્લિમ સમાજનાં સહયોગથી 348 રાશન કિટ તથા 40 પરિવારોને 1000 રૂા. રોકડા તથા 10 પરિવારોને 10,000/- પરિવાર દીઠ રાશન કિટ તથા 500 રોકડ અપાઈ હતી. સુંદરપુરી, ભારતનગર ઝૂંપડા, મહેશ્વરીનગર ઝુંપડા, ખોડિયારનગર ઝુંપડા, કારગો ઝુંપડા તથા ખારી રોહર, એક્તાનગર, અંતરજાળ વિસ્તાર સર્વ ધર્મ સંભાવના સાથે આવરી લેવાયા હતા. લતીફ ખલીફા, જગદીશ ગઢવી, સુલતાન રાયમા, ઈમરાન સૈયદ, મુસ્તાક સોઢા, સદામ હિંગોરજા, વિશાલ સુઢા, શાહનવાઝ શેખ, ઈસ્માઈલ જંગીયા, વસીમ સોઢા, આમદશા શેખ, સબીર રાયમા દ્વારા વિતરણ કરાયું હતું. આ કાર્ય માટે રફીકલાલા 25000/-, અશરફ પાસ્તા 25000/-, અબ્દુલ રહેમાન 11000/-, શાહનવાઝ શેખ 11000/-, અબુલરહેમાન ખત્રી, ઈલીયાસ ખત્રી, અલીમામદ કુંભાર, અબ્દુલ રાજવાણી દરેકે પાંચ-પાંચ હજાર, મહમદ આગરીયા-14,000/-, સુલતાન માજોઠી 5500/-, શકુર માજોઠી 5100/- અનવર સારબ 11000/-, હનીફ નોયડા 11000/-, દીનમામદ રાયમા 15,000/-, હાજી જુમા રાયમા પરિવાર તરફથી 71000/- વગેરે અપાયા હતા. ગાંધીધામમાં સહાય વિતરણ : ઈફ્કો જાયન્ટસ ગ્રુપ સહેલી દ્વારા જરૂરતમંદોને ઘઉં, ચોખા, દાળ, ખાંડ વિ. સહિતની રાશનકિટ ફળો અને માસ્કનું વિતરણ કરાયું હતું. સંસ્થાના અધ્યક્ષા વિલ્પા શાહ, સોનલ કાજલ, પ્રિયંકા બાગરેચા, ડો. સુનિતા દેવનાની, કક્ષા વોરા તથા અન્યો આ સેવામાં જોડાયા હતા. પશુઓને ઘાસ તથા પક્ષીઓને ચણ પણ અપાયા હતા. અંજારમાં એસડીએમ ડેપ્યુટી કલેક્ટર ડો. વિમલ જોશીએ હાઈવે પર ક્યાંક ગેરસમજ કે ગભરાટના કારણે વતનની વાટ પકડેલા પરિવારોને સમજાવી ભોજન-રાશન-વાહનની વ્યવસ્થા કરી અહીંના તેમના નિવાસસ્થાને પરત મોકલવાની વ્યવસ્થા કરી હતી.ભીમાસરના જરૂરિયાતમંદ 300 કુટુંબોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં 200 કિટ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ અને વી.કે. હુંબલ તરફથી, 100 કિટ રત્નમણિ કંપની તરફથી, 360 લિટર તેલ કારગિલ કંપની તરફથી અને મીઠુ બાબુ પચાણ મ્યાત્રા અને માવજી નારણ કોવડિયા તરફથી આપવામાં આવી હતી. સીનુગ્રા મહેશ્વરી સમાજમાં જરૂરતમંદ વિધવા બહેનોને તથા અતિ ગરીબ પરિવારના લોકોને રાશનકિટ વિતરણ કરાયું હતું. સમાજ પ્રમુખ મનોજભાઇ વિસરીયા, મંત્રી મનજીભાઇ મહેશ્વરી તથા અંજાર તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ બાબુભાઇ વિસરીયા તથા કારોબારી સભ્યો સાથે રહ્યા હતા.માંડવી : સ્વામિનારાયણ મંદિર દ્વારા મજૂરવર્ગ, ગરીબો, વૃદ્ધ એકલાયું જીવન જીવતા વૃદ્ધો, નિરાધારો, પરપ્રાંતીયો માટે મહંત સ્વામી ભગવદજીવનદાસજીની પ્રેરણાથી 1200 રાશન કિટોનું વિતરણ મારવાડાવાસ (ગઢશીશા રોડ), કોલીવાસ (પોલીસ સ્ટેશન પાછળ), માંડવી-મારવાડા વાસ, જોગી વાસ (સલાયા), કોલેજની આજુબાજુનો વિસ્તાર, મસ્કા, ગુણપુરીનગર (કોડાયપુલ), ધવલનગર જેવા વિસ્તારોમાં કરાયું હતું. શાત્રી સ્વામી અક્ષરપ્રકાશદાસજી, સ્વામી કૃષ્ણપ્રિયદાસજીના માર્ગદર્શન હેઠળ કોઠારી સ્વામી પૂર્ણપ્રકાશદાસજી તથા સ્વામી ભક્તિપ્રકાશદાસજી એવમ ટ્રસ્ટીઓ, હરિભક્તો અને સાંખ્યયોગી બહેનોએ સેવા આપી હતી.  માંડવી વોર્ડ નં. 9ના શિવાજી નગર વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા યુપીના 70 જેટલા લોકોને સ્વખર્ચે બંને ટાઈમનું ભોજન વિતરણ કરવામાં આવે છે. જેની જવાબદારી મનીષ ગોસ્વામી, જુનેજા જુસબ, ગોપાલ મહેશ્વરી, જેરામ ગોસ્વામી, ગઢવી વર્જંગભાઈ, જુનેજા કાસમ, મનસુખ ચૂડાસમા, મામદ રમજાન શેખ, રાકેશ કુશ્વા સંભાળી છે. માંડવીના જલારામ સેવા કેન્દ્ર દ્વારા દરરોજ નિ:શુલ્ક ટિફિનની વ્યવસ્થા કરવામાં આવે છે. વડીલો તથા રસોઈ ન બનાવી શકે તેવા પરિવારોને દરરોજ 60 જેટલા ટિફિન આપવામાં આવે છે. આ સેવા છેલ્લા 11 વર્ષથી ચાલી રહી છે. રોટરેક્ટ ક્લબના યુવા સભ્યો મદદ કરી રહ્યા છે. મોટા લાયજામાં સરપંચ કિશોર જીવણ ગઢવી અને તેમની ટીમ દ્વારા જરૂરતમંદોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નખત્રાણા ગ્રુપના સભ્યો દ્વારા પ્રાંત અધિકારી જી. કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ દિવસથી રામેશ્વર ચૈતન્ય આશ્રમ ખાતે યુવાનો દ્વારા 125 રાશનકિટ બનાવી વિતરણ કરાઈ છે.  નખત્રાણા લોહાણા મહાજન દ્વારા રૂા. 3.50 લાખની 400?રાશન કિટ જલારામ ગ્રુપ ભુજના સહયોગથી તૈયાર કરી પ્રાંત અધિકારી ગોવિંદસિંહ કે. રાઠોડ દ્વારા ન.તા. વિકાસ અધિકારી વિનોદભાઈ જોશીની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું હતું. નીતિનભાઈ ઠક્કર (મંત્રી), રમેશ રાજદે (મંત્રી) વિશનજી પલણ (ઉપપ્રમુખ), મેહુલ દાવડા (ખજાનચી), પરેશ બારૂ (પ્રમુખ, યુવક મંડળ), ચેતનભાઈ મજેઠિયા, ભાવેશ આઈયા (પ્રમુખ, વિરાણી લો.મ.), શિવા પલણ (પૂર્વ?પ્રમુખ યુ.મં.), જિજ્ઞેશ પલણએ જહેમત ઉઠાવી હતી. આર્થિક સહયોગ જલારામ ગ્રુપ, ભુજ તથા ભુજ કોમર્શિયલ બેન્કે આપ્યો હતો. વરાડિયામાં સૈયદ સલીમબાપુના ગ્રુપ દ્વારા રાશનકિટનું મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી ઈબ્રાહીમ હાલેપોત્રાના હસ્તે કરાયું હતું. રાપર સ્વામિનારાયણ મંદિરના સંતોની પ્રેરણાથી ભરત દાબેલીવાળા વિનોદભાઇ દાવડાની સેવાભાવીઓની ટીમ છેવાડાના જરૂરતમંદો માટે તંત્રની આચારસંહિતાને માન આપી લોટ, શાકભાજી, કરિયાણું, મરચાં મસાલાની કિટ બનાવી સેવામાં જોડાયા છે. ભચાઉમાં ભીમ ટીમ દ્વારા આંબેડકર જયંતીની ઉજવણી જરૂરતમંદ લોકોને જરૂરી રાશન કિટ આપીને કરી હતી. દાતાઓના દાન થકી ભચાઉ તથા આસપાસના ગામડાઓમાં કિટ વિતરણ સેવા ચાલુ છે. રાપર સ્વામિનારાયણ મંદિર દ્વારા વિસ્તારના ગરીબ માણસોને 25,000 કિલો શાકભાજી, 2000 કિલો લોટ, 500 લીટર તેલ તેમજ 2500 કિલો ફ્રૂટનું રાપર તાલુકાના 3400 પરિવારને કિટો આપવામાં આવી હતી. ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીના આશીર્વાદ તેમજ માંડવી મંદિરના મહંત ભગવતજીવનદાસજીની પ્રેરણાથી કે.પી. સ્વામી તથા શિષ્ય મંડળના સહયોગથી નારણપર, કુંદનપુર તથા મેઘપરના નરનારાયણ દેવના કિસાન હરિભકતો તરફથી 25000 કિલો શાકભાજી અને 2500 કિલો ફ્રૂટ તેમજ દહિંસરાના ખીમજી રામજી ભુડિયા તેમજ નારણપરના હરીશ રવજી વેકરિયા તથા રાપરના પ્રાગજી જેસંગ માલી તરફથી 2000 કિલો ઘઉંનો લોટ અને 500 લિટર તેલનો સહયોગ અપાયો હતો. રાપરના ઉલેટવાસ મિત્ર મંડળ દ્વારા  એન.કે.ટી. ચેરિટેબલ ટ્રસ્ટ, નાનજીભાઇ ખીમજીભાઇ તથા મગનભાઇ ખીમજીભાઇ થાણાવાળાના આર્થિક સહયોગથી પાંચેક દિવસથી દરરોજ સાંજે ત્રણસોથી ચારસો લોકોને ભોજન આપવાનું કાર્ય કરી રહ્યા છે. આ સેવા પ્રવૃત્તિમાં સીતારામ કેટરર્સવાળા નારણદાસ સાધુ નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે. શશિકાંતભાઇ ઠક્કર, દીપેનભાઇ સોની, શૈલેશભાઇ ઠક્કર, અમરદાસ સાધુ, રોનકભાઇ સોની, નવીનભાઇ ખોજા, નરેન્દ્રભાઇ ભીંડે, ધવલ મારાજ, દિનેશભાઇ દરજી, મયૂર ઠક્કર સહિતના  તમામ જહેમત ઉઠાવી રહ્યા છે. રાપર પોલીસ દ્વારા જરૂરતમંદ લોકોને રાશનની કિટનું વિતરણ : ગરીબ પરિવારોનું ગુજરાન ચલાવતા લોકો માટે બોર્ડર રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી અને પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ સામાજિક સંગઠનો સાથે મળીને રાપર પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં વીસ દિવસ સુધી ચાલે તેટલું રાશન અપાયું હતું. ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવા, પીએસઆઇ એચ. એમ. પટેલ, વાય. જે. ઝાલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સામખિયાળી ગામે વોટ્સએપ ગ્રુપ સત્કાર્ય સેવા ગ્રુપ : સાત દિવસથી ગામ અને ધોરીમાર્ગ અને સુરજબારી ચેકપોસ્ટ પરના કર્મયોગીઓ માટે બે વાહન દ્વારા ભોજન અપાઇ રહ્યું છે. આ કાર્યમાં સાંઇધામ ટ્રસ્ટ, ગિરનારી આશ્રમ,  નવરાત્રિ મંડળ સહયોગી બને છે.  ધનસુખ ઠક્કર, અને હરિ હેઠવાડિયા સહયોગી બની રહ્યા છે. સુરેશનાથ, મહેશ આહીર, પ્રકાશ મારાજ, વીરા સુથાર, નરેન્દ્રસિંહ સોલંકી, દિનેશભાઇ ઠક્કર, શ્યામ આહીર સહયોગી બની રહ્યા છે. ભુજ, તા. 4 : કચ્છમાં લોકડાઉનના પગલે શ્રમજીવી વર્ગને રોજગારી મળવી મુશ્કેલ બનતાં સેવાભાવીઓએ કોઈ ભૂખ્યું ન રહે તે માટે તૈયાર રસોઈથી માંડી રાશનકિટ જેવી જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરી માનવતા મહેકાવી છે. મોટા ફળિયા મિત્ર મંડળ ભુજ... ભુજમાં મોટા ફળિયા મિત્ર મંડળ દ્વારા વર્તમાન સ્થિતિમાં જરૂરત હોય તેવા લોકોને ઉપયોગી થવા માટે જૈન સમાજના આગેવાન અને ભુજ શહેર ભાજપના અધ્યક્ષ નવીનભાઇ લાલનની રાહબરીમાં સેવાના વિવિધ કાર્યો હાથ ધરાઇ રહ્યા છે. જીવન માટે જરૂરી એવી વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓની 200 કિટ બનાવી તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા અપાયેલા માસ્કનું પણ વોર્ડ નંબર પાંચ અને આસપાસના વિસ્તારમાં લોકોને વિતરણ કરાયું હતું. સાથેસાથે સેનેટાઇઝર પણ અપાયા હતા. સેવાભાવીઓ તારાચંદભાઇ છેડા, પંકજ મહેતા, દીપક રાજા વગેરેનો આ માટે આર્થિક સહયોગ રહ્યો હતો. સંસ્થાના ધીરેન લાલન સાથે અશોક વોરા, ચેતન શાહ, નીતેશ ગંગર, ચન્દ્રકાંત શાહ, ભદ્રેશ શાહ વગેરે વિતરણ સાથે લોકજાગૃતિ માટેના પ્રયાસો પણ હાથ ધરી રહ્યા છે. જિલ્લા મથકના પોલીસ જવાનોને રોટરી દ્વારા કિટ વિતરીત : ભુજ ખાતે ખડે પગે સેવા આપતા પાંચસો જેટલા પોલીસ હોમગાર્ડ અને બોર્ડરવિંગના જવાનોને રોટરી પ્રમુખ નીતિન સંઘવીના જણાવ્યા અનુસાર માસ્ક, સેનિટાઈઝર, હેન્ડ ગ્લોઝ, અલ્પાહાર, એનજી ડ્રિંક્સ, પાણી જેવી અગત્યની ચીજ વસ્તુઓની કિટ પ્રોજેક્ટ ચેરમેન પ્રફુલ્લ ઠક્કર દ્વારા તૈયાર કરી, ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ સહિતના 15 પોઈન્ટ (ત્રણ શિફટ), 10 મોબાઈલ વાહનો તથા સ્થાનિક અલગ અલગ ચોકીઓ ખાતે કિટ પહોંચતી કરાઈ હતી.રોટરી મંત્રી અભિજિત ધોળકિયાના જણાવ્યા અનુસાર ભુજ મર્કેન્ટાઈલ બેંક અને સી.એ. ઈશ્વરભાઈ દેસાઈ પરિવારના આર્થિક સહયોગથી સામાનની કિટ તૈયાર કરી, બેંકના જનરલ મેનેજર વચ્છરાજાની, ડાયરેક્ટર વિરેન શાહ તથા અતુલ દેસાઈની આગેવાની હેઠળ કલબ મેમ્બર મોહન શાહ, સી.એ. શ્રી દેસાઈ, ડો. જયંત વસા, અવનીશ ઠક્કર, રાજેશ ઠક્કર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડો. ઉર્મિલ હાથી વગેરે દ્વારા અલગ-અલગ ત્રણ-ત્રણ જણની ટીમ બનાવી સુખપર ચોકડીથી શેખપીર સુધીના તમામ પોઈન્ટ પર સ્થાનિકે જઈ વિતરીત કરવાની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. જાડેજા તથા વી.બી. ઝાલાનો સહયોગ સાંપડયો હતો.ભુજ બેંકર્સ કોલોનીમાં રહેતા લોકો માટે રાહતદરથી શાકભાજીનું વેચાણ કરાયું હતું. આયોજન માટે બેંકર્સના પ્રમુખ કલ્પેશભાઈ ઠક્કર, બાપાલાલ જાડેજા, કેશુભાઈ પટેલ, જીતુભાઈ ઠકકર તેમજ તમામ સભ્યોએ કર્યું હતું. ભુજના ક.વી.ઓ. જૈન મહાજન અને સર્વ સેવા સંઘ (કચ્છ) દ્વારા રામનવમીના સાંસદ વિનોદભાઈ ચાવડાના સહયોગથી ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામે અતિપછાત 50 પરિવારોને છેલ્લા અઠવાડિયાથી રાશનની તકલીફ હતી એવી માહિતી સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાને મળતાં તેમણે જનરલ મેનેજર અંકિત ગાલા, દર્શન જેઠી, પ્રદીપસિંહ ઝાલાને રૂબરૂ મોકલાવીને સરપંચ મનીષાબેન પટેલ, સામાજિક કાર્યકર હંસાબેન મહેશ્વરી સાથે રૂબરૂ આવા પરિવારને ઘરે ઘરે જઈ પાંચ કિલોના અનાજની કિટ પહોંચતી કરી હતી. પંડિત શ્યામજી કૃષ્ણવર્માની 89મી પુણ્યતિથિ સાદાઈથી ઉજવાઈ હતી. પુણ્યતિથિ નિમિત્તે જરૂરતમંદોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ ભાનુશાલી મહાજન, યુવક મંડળ, સત્યમ સંસ્થા, સ્મારક સમિતિ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શંભુભાઈ નંદા, લખમશીભાઈ ભદ્રા, હિંમતભાઈ દામા, ઘનશ્યામ નંદા, અરવિંદ માવ, દર્શકભાઈ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા. ભુજ : ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટના કાર્યકરોએ ભુજ શહેરમાં સરકાર દ્વારા જાહેર થયેલા પેકેજમાં નથી આવતા એવા બહારના રાજ્યોના અસંગઠિત મજૂરોની શ્રેણીમાં આવતા 125 જેટલા રોડની સાઈડ પર કાચા ઝૂંપડાવાળીને રહેતા મજૂર પરિવારોના 700 પરિવારજનોને રોજ રોજની રાશનકીટ જેમાં દાળ, ચોખા, લોટ, તેલ, મસાલા, ખાંડ પ વ્યક્તિના પરિવારને બે ટાઈમ જમવાનું બની શકે એ મુજબની 125 રાશન કિટ બનાવીને વિતરીત કરી રહ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, મેનેજીંગ ટ્રસ્ટી પરાક્રમસિંહ જાડેજા, બંકિમ ખત્રી, નરેશ પરમાર, અજીત પરમાર, ભાવેશ ગજજર, કીર્તિગિરિ ગોસ્વામી, મિતેશ જેઠી, કીર્તિ ઠક્કર, આનંદ રાઠોડ, દીપક રાઠોડ, કિશન જેઠી, નિનુ સરદાર, પબુરાઈ ફળિયા યુવક અને મહિલા મંડળ, રામેશ્વર યુવક મંડળ વગેરે મહેનત કરી રહ્યા છે, જેમાં રામરોટી કેન્દ્ર, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, ગત મંડળ ભુજ, ક.ગુ.ક્ષ. મહિલા મંડળ ભુજ, આશાપુરા પ્લાસ્ટિક-બિપિનભાઈ તેમજ સમગ્ર કચ્છ અને ગુજરાતમાંથી વિવિધ દાતાઓ સહયોગી બની રહ્યા છે. ભુજમાં સત્યમ અને તાનારીરી મહિલા મંડળ અને લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મધ્યમવર્ગના ઘેર ઘેર શાકની કીટ, દાતણ, ટૂથપેસ્ટ અને સૂકો નાસ્તો, ગાયોને નીરણ, પક્ષીને ચણ અને શ્વાનોને બિસ્કીટ અપાઇ રહ્યા છે. દર્શક અંતાણી, હેમેન્દ્ર જણસારી, નરેન્દ્ર સ્વાદિયા, ઘનશ્યામ સલાટ, કાર્તિક અંતાણી સેવા આપી રહ્યા?છે. દિનેશભાઇ અંતાણી, શ્રી જાડેજા, ધવલ ધોળકિયા, મંજુલાબેન જણસારી, ચંદુભાઇ સલાટ, ભાવનાબેન, દર્શન વૈશ્નવ, ભાસ્કરભાઇ માંકડ, ધારાશાત્રી શંકરભાઇ સચદે વગેરે આર્થિક સહયોગી બન્યા છે. કચ્છ તમિલ વેલફેર એસોસિએશન દ્વારા ગાંધીધામ અને આદિપુર વિસ્તારના 83 પરિવારોને મફત ચોખા, ઘઉંનો લોટ, દાળ અને તેલ અપાયા હતા. વેંકટરામન દ્વારા વ્યવસ્થા કરાઈ હતી. સુરેશ ઐયર (પ્રમુખ), શાજાહન (ઉપપ્રમુખ) અને અન્ય સમિતિના સભ્યો કાળુ એન્ટની, અરોકીઆડોસ અને એ સુબ્રમણ્યમ સહયોગ આપ્યો હતો. ગાંધીધામ મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમા અને મુસ્લિમ સમાજનાં સહયોગથી 348 રાશન કિટ તથા 40 પરિવારોને 1000 રૂા. રોકડા તથા 10 પરિવારોને 10,000/- પરિવાર દીઠ રાશન કિટ તથા 500 રોકડ અપાઈ હતી. સુંદરપુરી, ભારતનગર ઝૂંપડા, મહેશ્વરીનગર ઝુંપડા, ખોડિયારનગર ઝુંપડા, કારગો ઝુંપડા તથા ખારી રોહર, એક્તાનગર, અંતરજાળ વિસ્તાર સર્વ ધર્મ સંભાવના સાથે આવરી લેવાયા હતા. લતીફ ખલીફા, જગદીશ ગઢવી, સુલતાન રાયમા, ઈમરાન સૈયદ, મુસ્તાક સોઢા, સદામ હિંગોરજા, વિશાલ સુઢા, શાહનવાઝ શેખ, ઈસ્માઈલ જંગીયા, વસીમ સોઢા, આમદશા શેખ, સબીર રાયમા દ્વારા વિતરણ કરાયું હતું. આ કાર્ય માટે રફીકલાલા 25000/-, અશરફ પાસ્તા 25000/-, અબ્દુલ રહેમાન 11000/-, શાહનવાઝ શેખ 11000/-, અબુલરહેમાન ખત્રી, ઈલીયાસ ખત્રી, અલીમામદ કુંભાર, અબ્દુલ રાજવાણી દરેકે પાંચ-પાંચ હજાર, મહમદ આગરીયા-14,000/-, સુલતાન માજોઠી 5500/-, શકુર માજોઠી 5100/- અનવર સારબ 11000/-, હનીફ નોયડા 11000/-, દીનમામદ રાયમા 15,000/-, હાજી જુમા રાયમા પરિવાર તરફથી 71000/- વગેરે અપાયા હતા. ગાંધીધામમાં સહાય વિતરણ : ઈફ્કો જાયન્ટસ ગ્રુપ સહેલી દ્વારા જરૂરતમંદોને ઘઉં, ચોખા, દાળ, ખાંડ વિ. સહિતની રાશનકિટ ફળો અને માસ્કનું વિતરણ કરાયું હતું. સંસ્થાના અધ્યક્ષા વિલ્પા શાહ, સોનલ કાજલ, પ્રિયંકા બાગરેચા, ડો. સુનિતા દેવનાની, કક્ષા વોરા તથા અન્યો આ સેવામાં જોડાયા હતા. પશુઓને ઘાસ તથા પક્ષીઓને ચણ પણ અપાયા હતા. અંજારમાં એસડીએમ ડેપ્યુટી કલેક્ટર ડો. વિમલ જોશીએ હાઈવે પર ક્યાંક ગેરસમજ કે ગભરાટના કારણે વતનની વાટ પકડેલા પરિવારોને સમજાવી ભોજન-રાશન-વાહનની વ્યવસ્થા કરી અહીંના તેમના નિવાસસ્થાને પરત મોકલવાની વ્યવસ્થા કરી હતી.ભીમાસરના જરૂરિયાતમંદ 300 કુટુંબોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં 200 કિટ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ અને વી.કે. હુંબલ તરફથી, 100 કિટ રત્નમણિ કંપની તરફથી, 360 લિટર તેલ કારગિલ કંપની તરફથી અને મીઠુ બાબુ પચાણ મ્યાત્રા અને માવજી નારણ કોવડિયા તરફથી આપવામાં આવી હતી. સીનુગ્રા મહેશ્વરી સમાજમાં જરૂરતમંદ વિધવા બહેનોને તથા અતિ ગરીબ પરિવારના લોકોને રાશનકિટ વિતરણ કરાયું હતું. સમાજ પ્રમુખ મનોજભાઇ વિસરીયા, મંત્રી મનજીભાઇ મહેશ્વરી તથા અંજાર તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ બાબુભાઇ વિસરીયા તથા કારોબારી સભ્યો સાથે રહ્યા હતા.માંડવી : સ્વામિનારાયણ મંદિર દ્વારા મજૂરવર્ગ, ગરીબો, વૃદ્ધ એકલાયું જીવન જીવતા વૃદ્ધો, નિરાધારો, પરપ્રાંતીયો માટે મહંત સ્વામી ભગવદજીવનદાસજીની પ્રેરણાથી 1200 રાશન કિટોનું વિતરણ મારવાડાવાસ (ગઢશીશા રોડ), કોલીવાસ (પોલીસ સ્ટેશન પાછળ), માંડવી-મારવાડા વાસ, જોગી વાસ (સલાયા), કોલેજની આજુબાજુનો વિસ્તાર, મસ્કા, ગુણપુરીનગર (કોડાયપુલ), ધવલનગર જેવા વિસ્તારોમાં કરાયું હતું. શાત્રી સ્વામી અક્ષરપ્રકાશદાસજી, સ્વામી કૃષ્ણપ્રિયદાસજીના માર્ગદર્શન હેઠળ કોઠારી સ્વામી પૂર્ણપ્રકાશદાસજી તથા સ્વામી ભક્તિપ્રકાશદાસજી એવમ ટ્રસ્ટીઓ, હરિભક્તો અને સાંખ્યયોગી બહેનોએ સેવા આપી હતી.  માંડવી વોર્ડ નં. 9ના શિવાજી નગર વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા યુપીના 70 જેટલા લોકોને સ્વખર્ચે બંને ટાઈમનું ભોજન વિતરણ કરવામાં આવે છે. જેની જવાબદારી મનીષ ગોસ્વામી, જુનેજા જુસબ, ગોપાલ મહેશ્વરી, જેરામ ગોસ્વામી, ગઢવી વર્જંગભાઈ, જુનેજા કાસમ, મનસુખ ચૂડાસમા, મામદ રમજાન શેખ, રાકેશ કુશ્વા સંભાળી છે. માંડવીના જલારામ સેવા કેન્દ્ર દ્વારા દરરોજ નિ:શુલ્ક ટિફિનની વ્યવસ્થા કરવામાં આવે છે. વડીલો તથા રસોઈ ન બનાવી શકે તેવા પરિવારોને દરરોજ 60 જેટલા ટિફિન આપવામાં આવે છે. આ સેવા છેલ્લા 11 વર્ષથી ચાલી રહી છે. રોટરેક્ટ ક્લબના યુવા સભ્યો મદદ કરી રહ્યા છે. મોટા લાયજામાં સરપંચ કિશોર જીવણ ગઢવી અને તેમની ટીમ દ્વારા જરૂરતમંદોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નખત્રાણા ગ્રુપના સભ્યો દ્વારા પ્રાંત અધિકારી જી. કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ દિવસથી રામેશ્વર ચૈતન્ય આશ્રમ ખાતે યુવાનો દ્વારા 125 રાશનકિટ બનાવી વિતરણ કરાઈ છે.  નખત્રાણા લોહાણા મહાજન દ્વારા રૂા. 3.50 લાખની 400?રાશન કિટ જલારામ ગ્રુપ ભુજના સહયોગથી તૈયાર કરી પ્રાંત અધિકારી ગોવિંદસિંહ કે. રાઠોડ દ્વારા ન.તા. વિકાસ અધિકારી વિનોદભાઈ જોશીની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું હતું. નીતિનભાઈ ઠક્કર (મંત્રી), રમેશ રાજદે (મંત્રી) વિશનજી પલણ (ઉપપ્રમુખ), મેહુલ દાવડા (ખજાનચી), પરેશ બારૂ (પ્રમુખ, યુવક મંડળ), ચેતનભાઈ મજેઠિયા, ભાવેશ આઈયા (પ્રમુખ, વિરાણી લો.મ.), શિવા પલણ (પૂર્વ?પ્રમુખ યુ.મં.), જિજ્ઞેશ પલણએ જહેમત ઉઠાવી હતી. આર્થિક સહયોગ જલારામ ગ્રુપ, ભુજ તથા ભુજ કોમર્શિયલ બેન્કે આપ્યો હતો. વરાડિયામાં સૈયદ સલીમબાપુના ગ્રુપ દ્વારા રાશનકિટનું મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી ઈબ્રાહીમ હાલેપોત્રાના હસ્તે કરાયું હતું. રાપર સ્વામિનારાયણ મંદિરના સંતોની પ્રેરણાથી ભરત દાબેલીવાળા વિનોદભાઇ દાવડાની સેવાભાવીઓની ટીમ છેવાડાના જરૂરતમંદો માટે તંત્રની આચારસંહિતાને માન આપી લોટ, શાકભાજી, કરિયાણું, મરચાં મસાલાની કિટ બનાવી સેવામાં જોડાયા છે. ભચાઉમાં ભીમ ટીમ દ્વારા આંબેડકર જયંતીની ઉજવણી જરૂરતમંદ લોકોને જરૂરી રાશન કિટ આપીને કરી હતી. દાતાઓના દાન થકી ભચાઉ તથા આસપાસના ગામડાઓમાં કિટ વિતરણ સેવા ચાલુ છે. રાપર સ્વામિનારાયણ મંદિર દ્વારા વિસ્તારના ગરીબ માણસોને 25,000 કિલો શાકભાજી, 2000 કિલો લોટ, 500 લીટર તેલ તેમજ 2500 કિલો ફ્રૂટનું રાપર તાલુકાના 3400 પરિવારને કિટો આપવામાં આવી હતી. ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીના આશીર્વાદ તેમજ માંડવી મંદિરના મહંત ભગવતજીવનદાસજીની પ્રેરણાથી કે.પી. સ્વામી તથા શિષ્ય મંડળના સહયોગથી નારણપર, કુંદનપુર તથા મેઘપરના નરનારાયણ દેવના કિસાન હરિભકતો તરફથી 25000 કિલો શાકભાજી અને 2500 કિલો ફ્રૂટ તેમજ દહિંસરાના ખીમજી રામજી ભુડિયા તેમજ નારણપરના હરીશ રવજી વેકરિયા તથા રાપરના પ્રાગજી જેસંગ માલી તરફથી 2000 કિલો ઘઉંનો લોટ અને 500 લિટર તેલનો સહયોગ અપાયો હતો. રાપરના ઉલેટવાસ મિત્ર મંડળ દ્વારા  એન.કે.ટી. ચેરિટેબલ ટ્રસ્ટ, નાનજીભાઇ ખીમજીભાઇ તથા મગનભાઇ ખીમજીભાઇ થાણાવાળાના આર્થિક સહયોગથી પાંચેક દિવસથી દરરોજ સાંજે ત્રણસોથી ચારસો લોકોને ભોજન આપવાનું કાર્ય કરી રહ્યા છે. આ સેવા પ્રવૃત્તિમાં સીતારામ કેટરર્સવાળા નારણદાસ સાધુ નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે. શશિકાંતભાઇ ઠક્કર, દીપેનભાઇ સોની, શૈલેશભાઇ ઠક્કર, અમરદાસ સાધુ, રોનકભાઇ સોની, નવીનભાઇ ખોજા, નરેન્દ્રભાઇ ભીંડે, ધવલ મારાજ, દિનેશભાઇ દરજી, મયૂર ઠક્કર સહિતના  તમામ જહેમત ઉઠાવી રહ્યા છે. રાપર પોલીસ દ્વારા જરૂરતમંદ લોકોને રાશનની કિટનું વિતરણ : ગરીબ પરિવારોનું ગુજરાન ચલાવતા લોકો માટે બોર્ડર રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી અને પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ સામાજિક સંગઠનો સાથે મળીને રાપર પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં વીસ દિવસ સુધી ચાલે તેટલું રાશન અપાયું હતું. ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવા, પીએસઆઇ એચ. એમ. પટેલ, વાય. જે. ઝાલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સામખિયાળી ગામે વોટ્સએપ ગ્રુપ સત્કાર્ય સેવા ગ્રુપ : સાત દિવસથી ગામ અને ધોરીમાર્ગ અને સુરજબારી ચેકપોસ્ટ પરના કર્મયોગીઓ માટે બે વાહન દ્વારા ભોજન અપાઇ રહ્યું છે. આ કાર્યમાં સાંઇધામ ટ્રસ્ટ, ગિરનારી આશ્રમ,  નવરાત્રિ મંડળ સહયોગી બને છે.  ધનસુખ ઠક્કર, અને હરિ હેઠવાડિયા સહયોગી બની રહ્યા છે. સુરેશનાથ, મહેશ આહીર, પ્રકાશ મારાજ, વીરા સુથાર, નરેન્દ્રસિંહ સોલંકી, દિનેશભાઇ ઠક્કર, શ્યામ આહીર સહયોગી બની રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer