લંડન નિવાસી કચ્છી પરિવારનું સંસ્થાને રૂા. એક લાખનું દાન

લંડન નિવાસી કચ્છી પરિવારનું સંસ્થાને રૂા. એક લાખનું દાન
ભુજ, તા. 4 : અહીંના નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રને તાજેતરમાં લંડન નિવાસી કચ્છી દાતા પરિવારો તરફથી સેવાપ્રવૃત્તિ માટે માતબર રૂા. એક લાખનું દાન મળ્યું હતું. સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતા અને ચેરમેન હિરેન દોશીની યાદીમાં જણાવ્યા પ્રમાણે ચિંતનભાઈ મહેતાની પ્રેરણાથી તાજેતરમાં મૂળ સુખપર (ભુજ) અને લંડનને પોતાની કર્મભૂમિ બનાવનારા લખમણ રૂડા જાદવા તથા રવિભાઈ ભુડિયાના પરિવારે સંસ્થાના કાર્યાલયની મુલાકાત લીધી હતી અને સંસ્થાની સેવાપ્રવૃત્તિથી પ્રભાવિત થઈ સંસ્થાને માતબર રકમ રૂા. એક લાખના દાનનો ચેક અર્પણ કર્યો હતો. સદર દાનની રાશિનો ચેક દાતા પરિવારના દેવશી જાદવા કેરાઈ, જશોદાબેન લખમણ જાદવા તથા રવિભાઈ ભુડિયાએ સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાને અર્પણ કર્યો હતો. સેવાના આ અવસરે સંસ્થાના પ્રમુખ શ્રી મહેતા સાથે ચિંતન મહેતા, પ્રશાંત પુજ, વિજય મહેતા, શાંતિલાલ મોતા, સી. સી. જોશી, પ્રદીપ દોશી વિ. કાર્યકરો જોડાયા હતા અને ઋણ સ્વીકાર કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer