પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો તે સૌથી મોટો આનંદ

પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો તે સૌથી મોટો આનંદ
કેરા, (તા. ભુજ) તા. 4 : પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો તે બહુ મોટો આનંદ છે. કોઇ ભૂલ કાઢે તો  રોકો નહીં , બહારના વ્યક્તિ પરિવારના સભ્ય વિશે નકારાત્મક બોલે તો સત્ય ચકાસવું જેવા ઉદ્બોદ સાથે ભુજ સ્વામિનારાયણ મંદિરના યુવા સંત શાત્રી અક્ષરમુનિદાસજી સ્વામીનો લાઇફ ચેન્જિંગ સેમિનાર `ફેમિલી મેનેજમેન્ટ' વિષય પર વડતાલ દેશ ગાદી હેઠળના મહેળાવ મંદિર ખાતે યોજાયો હતો. કુટુંબ બહારના સભ્યોને ખુશ રાખવા માટે આપણે જેટલી મહેનત લઇએ છીએ તે ઘરના માટે કદાચ લેતાં નથી, આપણી અગ્રતા ઘર હોવું જોઇએ. પુરુષોએ ઘરકામમાં મદદ કરવી, વડીલોનું માન રાખવું, પરિવારના સભ્યો સાથે ગાળેલો સમય શ્રેષ્ઠ છે તે સિવાય સમય વધે તો જ સત્સંગ-સમાજ કે ગ્રામ્ય સેવામાં વાપરવો જોઇએ. આવા વિચારો વ્યકત કરવા સાથે ભુજ સ્વામિનારાયણ મંદિરના યુવા સંત શાત્રીએ અક્ષરમુનિદાસજી સ્વામીએ લાઇફ ચેન્જિગ સેમિનાર યોજયો હતો. છેલ્લા 15 માસમાં 15 સેમિનાર યોજી ચૂકેલા આ યુવા સંતે યુવાનોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. તાજેતરમાં તાન્ઝાનિયા કેન્યામાં સેમિનાર યોજાયા હતા. દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરી કરાતી રજૂઆતની સરાહના વડતાલ સંત્સંગ મહાસભાના પ્રમુખ શાત્રી નૌતમપ્રકાશ સ્વામી અને વડીલ સંતોએ કરી હતી.ભુજ મંદિરના સંતો અભ્યાસુ, શાત્રોકત રીતે હોશિયાર અને સમાજને યોગ્ય દિશા આપનારા હોવાનું વડતાલ સત્સંગ મહાસભા વતી પ્રતિભાવમાં કહેવાયું હતું. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, વરિષ્ઠ કોઠારી પાર્ષદવર્ય જાદવજીભગત અને ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા-આશીર્વાદથી શાત્રી અક્ષરમુનિ નાની વયે ભુજ નરનારાયણદેવ ગાદીની મહતા વધારી રહ્યા છે. મંદિરના વિદ્વાન સંત ડો. સત્યપ્રસાદ સ્વામી પ્રખર વૈદિકવેતા સંતો સાથે જ્ઞાન વિમર્શ કરી રહ્યા હતા.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer