બ્રિટનમાં કચ્છીઓ સુધી પહોંચ્યું સંક્રમણ

વસંત પટેલ દ્વારા-  કેરા (તા. ભુજ), તા. 4 : પ્રતિદિન 500થી વધુ મોત સહેતા બ્રિટનમાં 30થી 35 હજાર કચ્છીઓ વસવાટ કરે છે. અમુકને કોરોનાના લક્ષણ જણાતાં ઘરમાં ક્વોરેન્ટાઇન કરાયા છે. ક્યારેક મૃત્યુ તો ક્યારેક સંખ્યાબંધને ચેપના સમાચારો મળી રહ્યા છે તે વચ્ચે યુ.કે. કોમ્યુનિટીના પ્રમુખ?વેલજીભાઇ વેકરિયા કહે છે; અફવાનો માહોલ છે, લોકો ઘરમાં છે અને અમુકને ચેપ પણ લાગ્યો છે. દરમ્યાન, કેન્યામાં પર ડરનો માહોલ હોવાનું જણાયું છે. 50થી ઉપરની સરેરાશ વય ધરાવતા 15થી 17 કચ્છીઓને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાયા હોવાના બિનસત્તાવાર સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે  બોલ્ટન, માન્ચેસ્ટર, લંડન, કાર્ડિફમાં કચ્છી પરિવારો વસવાટ કરી રહ્યા છે. જેને ચેપનાં લક્ષણો હોવાની શંકા છે તેવા પોતાના ઘરમાં જ ક્વોરેન્ટાઇન છે. તબિયત સુધારામાં છે. લોકો જાણે છે કે કોને ચેપ છે પણ ગુપ્તતાનો કાયદો હોવાથી ઓળખ?ટાળે છે જે જરૂરી છે. દરમ્યાન, ગત દિને કચ્છી ફળ-શાકની દુકાનના કર્મીઓ સંદર્ભે અફવા ફેલાઇ હતી તપાસ કરતાં એવી કોઇ ઘટના બની નહોતી. બ્રિટનની સ્થિતિ અંગે કચ્છ લેવા પટેલ કોમ્યુનિટીના અધ્યક્ષવેલજીભાઇ વેકરિયાનો સંપર્ક કરતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમને પણ ઉડતા સમાચારો મળતા રહે છે પણ ચોક્કસ આંક નક્કી કરી શકાય નહીં, અફવા પણ હોઇ?શકે છે. દરમ્યાન, કેન્ટન વિસ્તારમાં રહેતા એક અગ્રણીએ એ વાતની પુષ્ટિ કરી હતી કે કચ્છીઓ પૈકી અમુકને ચેપ લાગ્યો છે પણ સંખ્યા સંદર્ભે ચોક્કસ અનુમાન લગાવી શકાતું નથી. જ્યારે બ્રિટનમાં એશિયન એજ અખબારના કર્મચારી કિશોરભાઇ પરમારે કચ્છમિત્રને માહિતી આપતાં કહ્યું અંદાજે 50 જેટલા ગુજરાતીઓ કોરોના સામે લડી રહ્યા છે. લોકો હવે સાવચેત થયા છે. બસોમાં પાંચ જણ જ બેસે છે. દુકાનોમાં ખરીદી ટાળે છે. અનિવાર્ય હોય ત્યાં છૂટા ઊભા રહે છે. હવે બ્રિટન લોકડાઉન છે. લોકો સાવધ?છે. ભારતમાં વસતા લોકો માને છે કે ઇંગ્લેન્ડે લોકડાઉનના ચુસ્ત અમલમાં મોડું કર્યું છે. જ્યારે બ્રિટીશ ભારતીયો કહે છે; ભારતમાં લોકો સામાજિક દૂરી જાળવી રહ્યા નથી. બંને એકબીજાની ચિંતા કરી રહ્યા છે. દરમ્યાન, બ્રિટનમાં હવે બિનજરૂરી બહાર નીકળતા નાગરિકોને 30 પાઉન્ડના દંડની જોગવાઇ ઉમેરવામાં આવી છે. દરમ્યાન, ભુજથી લંડન સત્સંગ પ્રચાર માટે ગયેલા બે સંતોને લક્ષણો જણાયાની અફવા ફેલાઇ હતી. કચ્છમિત્રે તપાસ કરતાં સબસલામત હોવાનું જણાયું હતું. જે કચ્છીઓને ચિહ્નો જણાયા હતા તેઓના સાજા થવાનો રેશિયો સારો હોવાનું જાણવા મળ્યું છે. 

કેન્યામાં લોકડાઉનનો ભય... !  કેન્યાના પાટનગર નાઇરોબીના હેવાલો અનુસાર હાલ કામધંધા ચાલુ છે. રાત્રે લોકડાઉન છે. સ્થિતિ બગડી રહી છે. કચ્છીઓના કહેવા અનુસાર કેન્યામાં બેશુમાર ગરીબી ભોગવતા મજૂરો લોકડાઉનના કારણે બેકાર થશે તો લૂંટફાટનો ભય સતાવી રહ્યો છે. સરકાર પણ આ સ્થિતિ જાણતી હોઇ હાલ જરૂરી હોવા છતાં દિવસે લોકડાઉન કરતી નથી. દરમ્યાન, જાણવા મળ્યાનુસાર જો કેસ વધશે તો સરકાર લોકડાઉનનો નિર્ણય લેશે. તેથી કચ્છીઓ સાવધ?થઇ?ગયા છે. લોકોમાં ડર છે. છતાં જનજીવન રાબેતા મુજબ છે. મોમ્બાસામાં હવે દુકાનો ઓછી ખૂલે છે. કચ્છીઓ સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે. કેન્યામાં અત્યાર સુધી જે કેસ નોંધાયા છે તે દેશ બહારથી આવેલાના વધુ છે. આંતરિક સંક્રમણનો તબક્કો હજુ શરૂ થયો ન હોવાનો અંદાજ લોકો ચર્ચી રહ્યા છે. 

એર ઇન્ડિયાની 30/4 સુધી ફ્લાઇટ બંધ  કચ્છમાં અ'વાદથી લંડન જવા મુસાફરોની તૈયાર કરાયેલી યાદી મુજબ 150ની સંખ્યા થતી હતી. બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનરે સર્વે કરાવ્યો હતો. દરમ્યાન, એર ઇન્ડિયાએ બુકિંગ શરૂ?કર્યું હતું પરંતુ ગઇકાલે કંપનીએ 30/4 સુધી કોઇ ફ્લાઇટનું બુકિંગ ન લેવા નિર્ણય જાહેર કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer