રાહત વચ્ચે કોરોનાના બે શંકાસ્પદ કેસ થયા દાખલ

ભુજ, તા.4 : કચ્છમાં કોરોનાના દર્દીઓની સારવારની હોસ્પિટલ અને ઈન્સ્ટિટયુશનલ ક્વોરેન્ટાઈનના કારણે ભુજઅને માધાપરમાં ચેપ ફેલાવવાના લોકોના ભયને સમર્થન મળ્યું હોય તેમ વધુ બે શંકાસ્પદ દર્દીઓ આ વિસ્તારના દાખલ થયા છે. ભુજના 35 વર્ષના યુવાન અને માધાપરના 62 વર્ષના વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતાં જી. કે. માં દાખલ કરાયા છે. મુંદરાના શંકાસ્પદ દર્દીના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લખપત તાલુકાના આશાલડીના મહિલાના ત્રણ રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોકલાયેલો ચોથો રિપોર્ટ આવવાનો બાકી છે. દરમ્યાન પાંચમા સેમ્પલ મોકલાવ્યા હોવાનું સીડીએચઓ ડો. કન્નરે જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer