કચ્છ જિલ્લામાં 30મીએપ્રિલ સુધી હથિયારબંધી

ભુજ, તા. 4 : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ને વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરાઈ હોઇ જે નજરે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ-શાંતિ જળવાઇ રહે તે હેતુથી સાવચેતીનાં પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) અન્વયે તેમને મળેલા અધિકારની રૂએ તા. 5/4/2020થી તા. 30/4/2020 સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કરાયા છે. આ હુકમ સરકારી ફરજ પરની વ્યક્તિ કે અધિકૃત કરેલા પોલીસ અધિકારીએ અશકિતના કારણે લાકડી કે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તે વ્યકિતઓને લાગુ પડશે નહીં. હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય તે  સિવાયની કોઇ વ્યક્તિ જાહેરનામાના કોઇ પણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી 4 માસની અને વધુમાં વધુ 1 વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 (1) મુજબ દંડની સજા થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer