આયુષ્માન ભારત અને મા યોજનામાં 30મી એપ્રિલ સુધી ફક્ત ઇમરજન્સી સેવા મળશે

ભુજ, તા. 4 : આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મુખ્યમંત્રી અમૃત વાત્સલ્ય યોજના અંતર્ગત કાર્ડધારક લાભાર્થીને તા. 30મી એપ્રિલ સુધી આ યોજના સાથે જોડાયેલી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર જ અપાશે. આરોગ્ય કમિશનરની તા. 31 માર્ચની સૂચના અંગે મા યોજનાના કચ્છના કો-ઓર્ડિનેટર બિપિન આહીરને પૂછતાં તેમણે જણાવ્યું કે, લોકડાઉનને પગલે ઊભી થયેલી પરિસ્થિતિમાં હૃદયરોગ, અકસ્માત કે ડાયાલિસીસ જેવી ઇમરજન્સી સેવા જ ઉપલબ્ધ થશે પણ પથરી કે અન્ય કોઇ તકલીફ જે ઇમરજન્સીમાં ન ગણાય તેની આ યોજના અંતર્ગત સેવા સ્થગિત કરાઇ છે. ઉપરાંત રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા વાત્સલ્ય) યોજનાના જે લાભાર્થીઓની આવકના દાખલાની મર્યાદાના આધારે મુદ્દત તા. 31/3ના પૂરી થતી હતી તેની મર્યાદા ત્રણ મહિના વધારી 30મી જૂન સુધી લંબાવી છે. આનો લાભ 6.90 લાખથી વધુ કાર્ડધારકોને મળશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer