ગઢશીશા સી.એચ.સી.ના ઉદ્ઘાટન માટે આરોગ્યમંત્રીને આમંત્રિત કરાયા હતા

ભુજ, તા. 4 : માંડવી તાલુકાના ગઢશીશામાં તૈયાર થઇ ગયેલી સી.એચ.સી. ઉદ્ઘાટનની રાહમાં હતી તે વચ્ચે ખુલ્લી મૂકી દેવાઇ?તે બાબતે જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું કે, આરોગ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે બેઠક કરી હતી, તેમાં કાર્યક્રમ નક્કી થયો હતો પણ લોકડાઉન અને વર્તમાન જરૂરિયાતને ધ્યાને લઇ?શરૂ?કરી દેવાઇ છે. સી.એચ.સી. તૈયાર થઇ ગયાને લાંબો સમય થઇ?ગયો હોવાથી શરૂ?કરવા ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, સાંસદ વિનોદભાઇ ચાવડા અને રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે પણ રાજ્યના આરોગ્ય વિભાગનું ધ્યાન દોરી રજૂઆત કરી હતી. જેને પગલે આ કોરોના મહામારીના સમયમાં ઉદ્ઘાટન જેવી કોઇ કાર્યવાહી ઉચિત ન જણાતાં શરૂ?કરી દેવાયાનું ઉમેર્યું હતું. ગઢશીશા જિ.પં. સભ્ય નરેશભાઇ મહેશ્વરી પણ શરૂ કરાવવા માંગ કરતા રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer