મુંદરા વિસ્તારમાં મનમાન્યો કાપ મૂકી સરકારી દુકાનદારોએ કર્યું વિતરણ

મુંદરા, તા. 4 : સરકારમાન્ય અનાજ રસકસની દુકાનેથી રાજ્ય સરકારના આદેશ અનુસાર નિ:શુલ્ક અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એમાં ભીડ થઇ અને અંતર જાળવી રાખવાના મુદ્દે અવ્યવસ્થા થઇ પણ?એથીય ગંભીર વિગત એ બની કે દુકાનદારોએ નિયમ મુજબના મળવાપાત્ર જથ્થામાં પોતાની રીતે કાપ મૂકીને અનાજનું વિતરણ કરવાની સંખ્યાબંધ ફરિયાદો સામે આવી છે. ગ્રાહકના રાશનકાર્ડમાં નોંધ?જ નથી કરવામાં આવી કે તેને કયા અનાજનો કેટલો જથ્થો મળ્યો છે. માત્ર ગરબડિયા અક્ષરમાં સહી કરી નાખી.?ટૂંકમાં, ગરીબ વર્ગનો અનાજનો જથ્થો હડપ કરી જવામાં આવ્યો હતો તેવી ફરિયાદો મળી છે. આ અંગે સ્થાનિક મામલતદાર શ્રી વાઘેલાનો સંપર્ક સાધતાં તેમણે `અમે બધી વ્યવસ્થા ગોઠવી છે એ બરાબર છે' તેવો જવાબ આપ્યો હતો. જ્યારે પુરવઠા વિભાગના ના. મામલતદાર કરીમભાઇ?મલેકનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, `ફરિયાદ આવશે તો પગલાં લેશું.' લૂણી ગામમાં પણ આ જ પ્રકારની ફરિયાદ સાંભળવા મળી. સૂત્રો એવો આક્ષેપ કરે છે કે, જ્યાં હોબાળો થયો ત્યાં પૂરતું અનાજ અપાયું જ્યારે બાકીનો જીવનજરૂરિયાતનો જથ્થો ખરેખર જરૂરતમંદને કાપકૂપ સાથે મળ્યો !?દુકાનદારોએ ગ્રાહકોને બિલ પણ ન આપ્યાં, તેમ જાણે પોતે ખેરાત કરતા હોય એ રીતના વર્તનથી પણ?લોકો નારાજ થયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer