અગ્રણીની યોગ્ય રજૂઆતથી વિવિધ ગામના ખેડુના અટકેલા વીમા મળ્યા

ભુજ, તા. 4 : તાલુકાના પદ્ધર, ચપરેડી અને આસપાસના ગામોના ખેડૂતોનો 2018માં મંજૂર થયેલો પાક વીમો બેંકનું પૂછાણું લેતાં ખેડૂતોના ખાતામાં રકમ જમા કરાઇ?હોવાનો દાવો ભુજ તાલુકા પંચાયતના વિપક્ષી ઉપનેતાએ કર્યો હતો. તા.પં.ના વિપક્ષી ઉપનેતા રાજેશભાઇ આહીરે જણાવ્યું હતું કે, 2017માં ખેડૂતોએ લીધેલા પાક ધિરાણ મુજબ વીમો ભર્યો હતો, તેમને નુકસાની થતાં વીમા કંપનીએ તે રકમ માધાપરની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને ચૂકવવા 2018માં ઓર્ડર કર્યો હોવા છતાં કેટલાક ખેડૂતોના ખાતામાં જમા કરાવાયો નહોતો. આ અન્યાય બાબતે ખેડૂતોએ તેમને રજૂઆત કરતાં બેંકનો સંપર્ક કરતાં તેમણે ખેડૂતોને ચોપડી સાથે લાવવા કહેતાં તે પ્રમાણે મળતાં બેંકે રિજિયન બેંકથી વાત કરી હતી અને પોતાની ભૂલ સમજાતાં 47 ખેડૂતોને રૂા. 11.42 લાખ ચૂકવ્યા છે. આ બાબતે માધાપરની સી.બી.આઇ. બેંકનો ટેલિફોનિક સંપર્ક કરતાં મેનેજરે જણાવ્યું કે, વીમાની રકમ બે-ત્રણ વર્ષે મળે, જે આવ્યેથી અમે ચૂકવી આપી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer