મા-બાપના ઉપકારોને કદી ન ભૂલતા તેમની સાચી સેવા શુશ્રૂષા એ જ ધર્મ

રાપર, 4 : મા-બાપના ઉપકારોને કદી ન ભૂલતા તેમની સાચી સેવા શુશ્રૂષા એ જ સાચો ધર્મ?હોવાની શીખ અહીંના સ્થાનકવાસી છ કોટિ જૈન સંઘમાંના યોજાયેલા જાહેર પ્રવચનમાં જણાવ્યું હતું. જૈન જાગૃતિ સેન્ટર તથા જૈન સોશિયલ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે મુક્તાજી સ્વામીના આશીર્વાદથી પૂ. મિતાજી સ્વામી (ભગિનીવૃંદ)ના સાંનિધ્યમાં યોજાયેલાં જાહેર પ્રવચનમાં સુવ્રતાજી સ્વામી તથા પૂ. સુહાનીજી સ્વામીએ `ચાલો જીવી લઈએ' વિષય ઉપર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, ગમે તેવી પરિસ્થિતિમાં સદા હસતા રહેવું તેમજ હસાવતા રહેવું. બંને સંસ્થાના મંત્રી કીર્તિ મોરબિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. છ કોટિ જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ મોરબિયા, આઠ કોટિ જૈન સંઘના પ્રમુખ મનસુખલાલ ખંડારિ, તેરાપંથ સંઘના પ્રમુખ રમણીકલાલ ખંડોર, વાગડ બે ચોવીસી સમાજના પ્રમુખ શાંતિલાલ મોરબિયા, મહિલા મંડળ પ્રમુખ સુષ્માબેન મોરબિયા તેમજ હસમુખલાલ મોરબિયાએ શુભેચ્છા વ્યક્ત કરી હતી. જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ વિનોદભાઈ દોશી, જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ કુબડિયાએ આભારવિધિ કરી હતી. ચાંદનીજી સ્વામી, વિક્ષુતિજી સ્વામીએ માંગલિક ફરમાવેલું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer