ભુજમાં પોલીસના સહકારથી રક્તદાનની પ્રવૃત્તિ અવિરત

ભુજ, તા. 4 : કોરોના વાયરસની મહામારી વચ્ચે અમલી બનેલા લોકડાઉનમાં રક્તદાન પ્રવૃત્તિને પોલીસનો પણ સહકાર સાંપડતાં માનવતાનું આ કાર્ય અવિતર ચાલી રહ્યું છે. માન્ય બ્લડ બેંક અને સંસ્થાનું કાર્ડ  સાથે રાખીને રક્તદાન કરવા જતા રક્તદાતાને કોઈ રોકટોક નથી.આ અંગે આ પ્રવૃત્તિના સંચાલક ભૌમિક વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લોહીનું મૂલ્ય પ્રાણસમાન છે, માટે તે માટે પૂરતી વ્યવસ્થા રખાય છે. ગઈકાલે આ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 6 બોટલ રક્તની જરૂર પડતાં ગ્રુપમાં મેસેજ નાખવાની સાથે જ દતાઓ હાજર થઈ ગયા હતા. જો કે તે પૈકી બેની પોલીસે નિયમસર ઊલટ તપાસ લેતાં પોલીસ સાથે વાતચીત કરતાં તેમને જવા દેવાયા હતા. પોલીસતંત્રને રક્તદાન  કાર્ડ બતાવતાં તેમને જવા દેવાશે. અત્યારે લેવા પટેલ હોસ્પિટલની બ્લડ બેંકમાં અન્ય દર્દીઓના કારણે ખપત ઓછી છે, પણ જનરલ હોસ્પિટલ અને જીવનજ્યોત બ્લડબેંકમાં આ પ્રવૃત્તિ અવિરત છે. કોઈ જનરલ સુધી ન પહોંચે તો તેનું લોહી જીવનજ્યોત બ્લડ બેંક પણ લઈને પહોંચતું કરે છે. શ્રી વચ્છરાજાનીએ રક્તદાતાઓને અપીલ કરી હતી કે, વોટ્સએપ ગ્રુપ પર નજર કરતા રહે અને જરૂરત મુજબ આગળ આવે પોલીસ કે લોકડાઉનનો આ પ્રવૃત્તિને કોઈ અવરોધ નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer