કોરોનાના જોખમ સામે કોઈ કસર બાકી નહીં રહે

અંજાર, તા.4 : આગામી દિવસોમાં પૂર્વ કચ્છ માટે મેડિકલ સેવા અને સાધનોથી હોસ્પિટલ સજ્જ કરાઈ છે અને આ કોરોના વાયરસથી સંભવિત ઊભા થનારા જોખમ સામે વહીવટી તંત્ર દ્વારા પૂરતી સુવિધા ગોઠવવામાં આવી છે.આ અંગેની માહિતી આપતાં પૂર્વ વિભાગના ડે. કલેક્ટર ડો. વિમલ જોશીએ જણાવ્યું હતું કે પૂર્વ વિભાગમાં આ કોરોના વાયરસના સંભવિત જોખમ સામે વહીવટી તંત્ર કોઈ કસર બાકી રાખવા માગતું નથી. આગામી દિવસોમાં મેડિકલની પૂરતી સુવિધા માટે હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલમાં  બે વેન્ટિલેટરની સુવિધા ઊભી કરાઈ છે. આગામી દિવસોમાં રૂા. 20 લાખથી વધુના તબીબી સાધનોની સુવિધા એસ.આર.સી., આઈ.ઓ.સી., એચ.પી., બી.પી.સી., ગાંધીધામ ચેમ્બર સહિતના અનેક ઉદ્યોગો, વેપારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓના સહયોગથી આ મહામારીના આક્રમણ સામે  લોકોની સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા સુવિધા ગોઠવવામાં આવી છે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા મામલતદાર કચેરી સ્ટાફ, સુધરાઈના સ્ટાફ સાથે વિવિધ વિસ્તારમાં પૂરતી તકેદારી ગોઠવવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા પણ સતત પેટ્રોલિંગ ચાલુ રાખી વોચ ગોઠવવામાં આવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer