મેઘપર(કું)માં હોમ કવોરેન્ટાઈન થયેલા બહાર નીકળતા ભયનો માહોલ

ગાંધીધામ, તા. 4 :કોરોના વિષાણુનું સંક્રમણ નાથવા માટે કચ્છ જિલ્લામાં અનેક લોકોને હોમ કોવોરેન્ટાઈન કરાયા છે.તેવામાં અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં  હોમ કોરેન્ટાઈન   કરેલા  લોકો ઘરથી બહાર નીકળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.અંજારમાં તાલુકાના મેધપર બોરીચીની  રાધેકિષ્ના સોસાયટીમાં કેટલાક  લોકો  દિલ્હીના એક કાર્યક્રમમાં ભાગ લઈને અત્રે આવ્યા હોવાની આશંકા સ્થાનિકોએ વ્યકત કરી હતી.જેને પગલે આરોગ્ય તંત્રે  જરૂરી તપાસ કરી તેને  10 દિવસ માટે હોમ કોરેન્ટાઈન કરાયા હતા. હોમ કોરેન્ટાઈન  રાખાયેલા આ શંકાસ્પદ લોકો  બિન્ધાસ્ત બની ઘરની બહાર નીકળી રહયા છે તેવી સ્થાનિકોએ   રાવ કરી હતી. આ કૃત્યને લઈને આ રહેણાંક વસાહતમાં લોકોમાં ડર પ્રસર્યે હતો. અંજાર તાલુકા આરોગ્ય અધિકારી ડો.અંજારીયાનો સંપર્ક કરતા તેઓએ  કહયુ  હતું  લોકોની રજુઆતને ધ્યાને  રાખીને  આ  લોકોને મધ્યપ્રદેશની  ટ્રાવેલીંગ હીસ્ટ્રી ધ્યાને આવતા તેને 10 દિવસ માટે  હોમ કવોરેન્ટાઈન કરાયા છે. તેમ છતાં તે બહાર નીકળતા હશે તો  પોલીસતંત્રને તેની જાણ કરી યોગ્ય કાર્યવાહી  કરાશે તેવુ તેમેણે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer