બંધ જેવી હાલતમાં રહેલી પુરાતત્ત્વીય અધિકારીની કચેરી અંગે રજૂઆત

ભુજ, તા.4 : કચ્છમાં ઐતિહાસિક તેમજ પુરાતત્ત્વીય સમૃદ્ધ સ્થાનો આવેલા છે,જેના રક્ષણ માટે સરકાર તરફથી ગુજરાત પુરાતત્ત્વીય અધિકારીની કચ્છ વર્તુળ ઓફિસ હતી જે હાલ ઘણા સમયથી બંધ જેવી  હાલતમાં છે તે વિશે કચ્છ ઈતિહાસ પરિષદ દ્વારા કલેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.સંસ્થાના પ્રમુખ સાવજસિંહ જાડેજા, ઉ.પ્ર. શંભુભાઈ જોષી, મહામંત્રી પ્રમોદ જેઠીએ આવેદનપત્ર સાથે સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવતા કચ્છ સાંસ્કૃતિક પત્રિકાના ચાર અંકો પણ આપ્યા હતા. કલેક્ટર સાથે રૂબરૂ ચર્ચામાં કેરા શિવ મંદિર, મણિયારો ગઢ, પુંઅરેશ્વર શિવમંદિર, અંજાર ભરેશ્વર મહાદેવ મંદિર,ભુજનો રામકુંડ સમૃદ્ધ વારસો આપણને મળ્યો છે જે કચ્છના પ્રવાસનમાં પણ અગ્રેસર છે તેની યોગ્ય માવજત થતી નથી તે માટે જરૂરી પગલાં લેવા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. પ્રત્યુત્તરમાં કલેક્ટર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer