ગઢશીશા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખુલ્યું

ગઢશીશા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખુલ્યું
ગઢશીશા, તા. 3 : `કચ્છમિત્ર'ના અહેવાલના પડઘારૂપે ગઢશીશા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખૂલતાં લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. બે દિવસ પૂર્વે ગઢશીશા વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય નરેશભાઈ મહેશ્વરી, પૂર્વ સદસ્ય કેશુભાઈ પારસિયા, તા.પં. સદસ્યો કેશવજીભાઈ રોસિયા, અવનિબેન ભગત, તા.પં. પૂર્વ પ્રમુખ ચંદુલાલ વાડિયા, એ.પી.એમ.સી. પૂર્વ ચેરમેન નારાણભાઈ ચૌહાણ તથા `કચ્છમિત્ર'ના પ્રતિનિધિ જિજ્ઞેશ આચાર્યએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. વર્તમન પરિસ્થિતિમાં કનડતા પ્રશ્નોથી માહિતગાર થઈ નવનિર્મિત્ત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું અતિઆધુનિક ભવન વર્તમાન પરિસ્થિતિમાં સત્વરે શરૂ કરાય તેવી રજૂઆત ઉપલીકક્ષાએ કરાતાં તાત્કાલિક અસરથી તમામ અધિકારીઓએ ગંભીર નોંધ લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની સેવા ઉદ્ઘાટન વિના શરૂ કરાઈ છે. ડો. મદનજી પ્રસાદ તથા અશ્વિનભાઈ પટેલે આ વાતને સમર્થન આપ્યું હતું કે, વિસ્તારના જિ.પં. સદસ્ય નરેશભાઈ મહેશ્વરી દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર તથા  જિ. વિકાસ અધિકારી પ્રભવ જોશી સાથે ચર્ચા કરાઈ હતી અને સત્વરે સૂચન કરાતાં પંથકના અનેક ગામો માટે આરોગ્યલક્ષી સુવિધા પ્રારંભ થતાં તમામ અધિકારીઓ તથા `કચ્છમિત્ર'નો આભાર માન્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer