સ્વાસ્થ્ય જાળવવા માસ્ક પહેરો-હાથ સેનેટાઈઝ કરો

સ્વાસ્થ્ય જાળવવા માસ્ક પહેરો-હાથ સેનેટાઈઝ કરો
ભુજ, તા. 3 : વૈશ્વિક મહામારી કોરોનાથી કચ્છ પ્રમાણમાં સલામત વિસ્તાર રહ્યો છે. તેના માટે જાગૃત તંત્ર અને નાગરિકોનો મોટો ફાળો છે. વિવિધ સંસ્થાઓ અને દરજી સમાજ દ્વારા માસ્ક વિતરણના કાર્યો ઉપરાંત સેનેટાઈઝર વાપરવાની સલાહ જ નહીં તેનું વિતરણ કરાઈ રહ્યું છે. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે દવા છંટકાવ તથા માસ્ક વિતરણ કરાયા હતા. સમિતિના ચેરમેન કેશુભાઈ પટેલની સૂચનાથી દવા છંટકાવ તથા માસ્ક વિતરણ ઉપરાંત સમિતિના શાકભાજી વિભાગમાં ભુજ નગરપાલિકાના સહયોગથી પરિસરમાં દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. મજૂરભાઈઓ તેમજ વેપારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. શાકભાજી વિભાગમાં ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ તરફથી સહકાર મળી રહ્યો છે. વર્ધમાનગરમાં દરેક લોકોને સેનિટાઈઝર : ભુજના ભાગોળે આવેલા વર્ધમાનનગરમાં દરેક લોકો સેનિટાઈઝર વાપરે છે. ખૂબ અગત્યના કામ સિવાય ગેટ ખોલવામાં આવતો નથી અને આવનાર બધા લોકો સાથે સહકાર પણ આપે છે. ભુજ તાલુકાના પદ્ધરમાં લોકોને નિ:શુલ્ક માસ્ક વિતરણ : આખા ગામમાં દવાનો છંટકાવ, તેમજ મુખ્ય માર્ગો પર નાકાબંધી બંદોબસ્ત, તંત્ર દ્વારા સ્પીકરો દ્વારા લોકોને સૂચનો અપાય છે. યુવા શિક્ષણ સમિતિ પદ્ધર તરફથી પદ્ધર ગામ અને વાડી વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને દવાખાનામાં જવા માટે ગાડી જરૂર પડે તો સંપર્ક?: અલ્પેશભાઈ - 95375 51718, જિગરભાઈ - 99130 50080, વિપુલભાઈ - 97124 99795, રમેશભાઈ - 97127 05716, બિજલભાઈ - 63532 88113, રાજેશભાઈ - 98254 34571, કાનજીભાઈ રબારી - 90996 92940 પર સંપર્ક?કરવા અનુરોધ કરાયો છે. ગ્રામ પંચાયત તલાટી, સરપંચના માર્ગદર્શન હેઠળ અને ગ્રામજનોના સહયોગથી કાર્ય થઈ રહ્યું છે. અંજાર જાયન્ટ્સ સહેલી દ્વારા જરૂરતમંદોને સેનેટાઈઝર, માસ્ક, હાથના મોજા, રાશનકીટ વગેરેનું વિતરણ કરાયું છે. સરકારની માર્ગદર્શિકાને ધ્યાનમાં લઈ પૂર્વ પ્રમુખ ડો. સુનિતા દેવાનાની, પ્રમુખ કવિતા પંડયા, વીણા કેવલરામાણી તથા અન્યોએ પોતપોતાના વિસ્તારમાં આ સેવા કરી હતી. અંજાર એનાર્ડે ફાઉન્ડેશન તથા મહિલા મંચ દ્વારા આવશ્યક સેવામાં રોકાયેલ કાર્યકરોને સલામતી માટે કોટન માસ્ક પૂરા પાડવા મંગલેશ્વર સખી મંડળ તથા ભગીરથ સખી મંડળ, મેઘપર બોરીચી, રાજશ્યામજી સખી મંડળ -સીનુગ્રા, જયમાતાજી સખી મંડળ, ખંભરા, જયભીમ સખી મંડળ સત્તાપર, જલારામ સખી મંડળ અંજાર, રક્ષા સખી મંડળ વિ. મંડળની બહેનો કોરોના વાયરસની વિકટ સ્થિતિમાં માસ્ક બનાવવાની કામગીરીમાં રોકાયેલા છે. આજ સુધી 8000 જેટલા માસ્ક બનાવીને વિતરણ કર્યા છે. એનાર્ડે અંજારના માર્ગદર્શન હેઠળ મહિલા મંચના પ્રમુખ કલાબેન પટેલ, ઉપપ્રમુખ સૂરજબા ચૌહાણ, સહમંત્રી મીતાબેન, ખજાનચી ગીતાબેન ડુંગરિયા, મંચના આગેવાન રક્ષાબેન ચૌહાણ, મનીષાબેન ચંદારાણા તેમજ મંચનું ઓફિસ બેરરને કારોબારી સમિતિ સતત સેવા  આપે છે તેવું પ્રભાત મ્યાત્રાએ જણાવ્યું હતું. મુંદરા દરજી સમાજ : મુંદરાના દરજી જ્ઞાતિના સભ્યો દ્વારા પ હજાર માસ્ક બનાવી વિતરીત કરાયા હતા. ભુજપુર (તા. મુંદરા)માં દરજી સમાજે માસ્ક બનાવીને નિ:શુલ્ક વિતરણ સાથે સેવા પ્રવૃત્તિ આદરી હતી. અમૃતલાલ દરજી, નટુભાઈ પરમાર, દિલીપભાઈ લાલજી, જીતેન સોલંકી, વિશાલ સોલંકી, પ્રતિક રાસ્તે વિ. સહિત 15 કારીગરો સેવા યજ્ઞમાં જોડાયા હતા.ગોધરાના કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ તેમજ અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ દ્વારા દાતા જ્યોતિબેન અશ્વિનભાઈ ચંદન સહયોગથી 8થી 10 હજાર માસ્ક તૈયાર કરી ભુજ હોસ્પિટલ, સ્લમ એરિયા ગોધરા તેમજ જરૂરિયાતવાળા વિસ્તારોમાં વિતરણ નિ:શુલ્ક કરાયું હતું. આયુર્વેદિક ઉકાળો 4 હજાર લોકોને ગોધરામાં પીવડાવવામાં આવ્યો હતો. આ કાર્યમાં અરવિંદ જોશી, ચંદ્રકાંત મોતા પ્રમુખ જૈન મહાજન ગોધરા, ધીરેન ગાલા મંત્રી જૈન મહાજન, સલીમભાઈ ચાકી, હિતેષભાઈ છેડા, વિનય ગાલા, અરવિંદસિંહ ગોહિલ, જગદીશ ઠક્કર, અશ્વિનભાઈ ચંદન, વીઆરટીઆઈ. માંડવીના કિશોર ભદ્રા, સેંધાભાઈ પારેધી વગેરે પણ સાથે જોડાયા હતા.બિદડામાં સેનેટાઈઝરનો છંટકાવ : તમામ વિસ્તારમાં પાટીદાર ખેડૂતોની ટીમે પોતાના ચાર ટ્રેક્ટરથી ગામ આખાને સેનેટાઈઝ કર્યું હતું. દવાની વ્યવસ્થા સર્વોદય હોસ્પિટલ તરફથી કરાઈ હતી. સાથે સ્વયંસેવકો પણ જોડાયા હતા. સરપંચ સુરેશભાઈ સંઘારે આભાર વ્યક્ત કર્યો હતો. રાપર ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા હજાર કાપડના માસ્ક સમાજે તૈયાર કરાવીને સરકારી દવાખાના અને વિવિધ સરકારી તંત્ર અને જાહેર સંસ્થાઓ ઉપરાંત જરૂરતમંદોને આ માસ્ક નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યા છે. દાતા વિજયસિંહ સોઢા અને નારપતસિંહ જાડેજા દ્વારા માસ્ક વિતરણ કરાયા હતા. છેલ્લા 37 વર્ષથી લહેરચંદ મુળજી દેઢિયા દ્વારા હાજીપીરના મેળે જતા પગપાળા યાત્રાળુઓની સેવા માટે કેમ્પનું આયોજન કરાય છે, પરંતુ હાલના સંજોગો ધ્યાને લઈ કેમ્પનું આયોજન ન થઈ શકતાં બચેલી સામગ્રી અન્ય દાતાઓના સહયોગથી રાશન તથા અન્ય વસ્તુ હાજીપીર દરગાહમાં આવેલા 1પ0 પરપ્રાંતીયોને પહોંચાડાઈ હતી. હાજીપીર બાબાના મુજાવરો દ્વારા ભુજ કુંભાર જમાતના આગેવાનોને વાત કરતાં તેમણે શ્રી દેઢિયાનો સંપર્ક કરી સમાજ સહયોગથી 23 ગૂણી ચોખા ઉપરાંત ખાંડ, તેલ, ચા, અમૂલ દૂધ, ફરસાણ 90?કિલો વિ.નું વિતરણ કર્યું હોવાનું દેશલપર ગુંતલી (તા. નખત્રાણા) ખાતે પાંજી કેમ્પ લંગરે હાજીપીરની યાદીમાં જણાવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer