માતાની સ્મૃતિમાં પુત્ર દ્વારા લોકસેવાનું ઉમદા કાર્ય

માતાની સ્મૃતિમાં પુત્ર દ્વારા લોકસેવાનું ઉમદા કાર્ય
ભુજ, તા. 3 : અહીંના યુવાન દ્વારા માતાની સ્મૃતિમાં લોકસેવાર્થે બે ટ્રેકટર માઉન્ટેન સ્પ્રેયર પમ્પ સુધરાઇને અર્પણ કરાતાં તેનું લોકર્પણ કરાયું હતું. ભુજના મિલન સોની અને દેવયાની સોની તરફથી માતા સ્વ. જયશ્રીબેન મહેન્દ્રભાઇ સોનીના સ્મરણાર્થે નગરપાલિકાની સેનિટેશન શાખાને બે ટ્રેકટર માઉન્ટેન સ્પ્રેયર પમ્પ હાલની વૈશ્વિક મહામારીને મ્હાત આપવામાં અગ્રીમ ભૂમિકા એવી સફાઇ ઝુંબેશ અને સેનિટાઇઝેશનમાં ઉપયોગી એવા આ પમ્પનું લોકર્પણ ફાયર સ્ટેશન ખાતે પ્રમુખ લતાબેન સોલંકીની અધ્યક્ષતામાં કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા દ્વારા પૂરી પડાતી સફાઇ સેવા માટે આવા પ્રકારના મશીનોનો પ્રથમ વખત સમાવેશ કરાય છે. તદુપરાંત શહેરીજનોના હિતને અને સાંપ્રત સમયની પરિસ્થિતિને ધ્યાને લઇ સોની પરિવાર દ્વારા અપાયેલો સહયોગ પ્રેરણાદાયી છે. કોઇ શહેરીજને નગરપાલિકાના ઉપયોગ હેતુ કોઇ યોગદાન આપ્યું હોય તેવો સંભવત: આ પ્રથમ બનાવ છે એવું નગર અધ્યક્ષા લતાબેને જણાવ્યું હતું. લોકાર્પણ સમયે કારોબારી ચેરમેન ભરત રાણા, મુખ્ય અધિકારી નીતિન બોડાત, સેનિટેશન શાખાના ચેરમેન અશોક પટેલ, મિલન સોની અને દેવયાની સોની તથા પરિવાર, સેનિટેશન ઇન્સ્પેકટર અનિલ મારૂ વિ. ઉપસ્થિ રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer