કચ્છી સંસ્થાઓ તરફથી રૂા. 21 લાખનું દાન

કચ્છી સંસ્થાઓ તરફથી રૂા. 21 લાખનું દાન
ભુજ, તા. 3 : સમગ્ર દેશમાં ઊભી થયેલી મહામારીની પરિસ્થિતિમાં ભારત અને રાજ્ય સરકારોને મદદ કરવા અનેક સંસ્થાઓ તથા દાતાઓ આગળ આવી રહ્યા છે ત્યારે કચ્છની હરિદ્વાર અને મુરચબાણ સંસ્થાએ પણ હાથ લંબાવીને રૂા. 21 લાખનું દાન આપવાનું જાહેર કર્યું છે.કચ્છી આશ્રમ હરિદ્વારના સંત હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે, દેશ-દુનિયામાં અત્યારે મહામારી ફેલાઈ છે, આવા સમયમાં સરકારની સૂચનાનું પાલન કરવું હિતાવહ છે. અને ઘરે રહીને શક્ય એટલી મદદ કરવાની આપણી ફરજ છે. લોકો લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરે સાથે જ્યાં-જ્યાં પણ શ્રમજીવી લોકો છે તેઓને ભોજન-રાશન આપવામાં મદદરૂપ થાય એમ જણાવીને મહારાજની પ્રેરણાથી કચ્છી આશ્રમ તરફથી પ્રધાનમંત્રી રાહતનિધિમાં રૂા. 11 લાખ અને ઉત્તરાખંડ મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂા. પાંચ લાખ આપવામાં આવશે એમ જણાવ્યું હતું.  રૂા. પાંચ લાખનો ચેક ઉત્તરાખંડના શહેરી વિકાસ મંત્રી મદન કોશીને તેમણે અર્પણ કર્યો હતો. આ સમયે કચ્છી આશ્રમના ટ્રસ્ટી પઠાઈભાઈ ભાનુશાલી, ભાવેશ મહારાજ હાજર રહ્યા હતા.  વધુમાં પઠાઈભાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી, ઉત્તરાખંડ સરકારમાં કચ્છી આશ્રમે દાન આપ્યું છે, સાથે વાલરામ તીર્થધામ ચેરિટેબલ ટ્રસ્ટ મુરચબાણ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી રાહતનિધિમાં પણ રૂા. પાંચ લાખ જાહેર કરવામાં આવ્યા છે. કુલ મળીને રૂા. 21ની લાખની રાહત આપવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer