રાપરમાં તમાકુની હેરફેર કરતા એક ઝડપાયો

ગાંધીધામ, તા. 3 : કોરોના વાયરસની મહામારી અંતર્ગત જિલ્લામાં પાન માવા -ગુટખા ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે ત્યારે રાપરમાં તમાકુના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો લોકડાઉનના અમલીકરણ સંદર્ભે પેટ્રોલિંગ દરમ્યાન રાપર પોલીસે આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં આ કાર્યવાહી કરી હતી. પ્રાગપર ચોકડી પાસે  આરોપી ગોરા વાલા રબારી બોલેરો  લઈને જતો હતો. પોલીસે તેને રોકી જીપકારની તપાસ કરી હતી. આ દરમ્યાન કારમાંથી રૂા. 1800ની કિંમતની કલકતી તમાકુની ચીજવસ્તુઓ મળી આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer