લાકડિયામાં ત્રણ જણે એકને માર માર્યો

ગાંધીધામ, તા.3 : ભચાઉ તાલુકાના લાકડિયા ગામમાં પોલીસને બાતમી આપવાના મામલે એક જણા ઉપર હુમલો કરાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ લોકડાઉન વચ્ચે મારામારીનો આ બનાવ ગત સાંજના 7.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓ જેતુબેન મોહન કોલી, સોમીબેન મગન કોલી, કેસીબેન વીરમ કોલીએ ફરિયાદી રાધાબેન રઘુ કોલી સાથે ઝઘડો કર્યો હતે. પોલીસને અમારા છોકરાના ખોટા નામ કેમ આપો છો તેવું કહી બોલાચાલી કરી હતી. તેઓ ચાલ્યા ગયા બાદ આવેલા આરોપીઓ પ્રકાશ મોહન કોલી, દિનેશ મોહન કોલી, ભરત મગન કોલીએ રઘુ કોલી ઉપર ધોકા વડે હુમલો કરી કપાળ અને હાથના ભાગે ઈજા પહોંચાડી હતી. ઘક-બુશટનો માર મારી પથ્થરના છૂટા ઘા પણ કર્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer