ભુજમાં જૂની દુશ્મની અન્વયે ધોકા-લાકડી વડે હુમલામાં યુવકને માથામાં ઇજા

ભુજ, તા. 3 : શહેરમાં સંજયનગરી વિસ્તારમાં જૂની દુશ્મની બાબતે ધોકા અને લાકડી વડે એક પરિવારના સાત સભ્યએ હુમલો કરતાં 18 વર્ષની વયના સુમાર સલીમ બ્લોચને માથામાં ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.  ગઇકાલે સાંજે બનેલી આ ઘટના બાબતે પોલીસ સમક્ષ લખાવાયેલી પ્રાથમિક કેફિયતમાં હુમલો કરનારા તરીકે સદાબહાર નવામુસલમાન, તેના જમાઇ અકબર, પુત્રી, પત્ની અને ત્રણ છોકરાના નામ અપાયા છે. ભોગ બનનારના મામીના છોકરા ઇમરાન અલીમામદ પઢિયાર સાથેની જૂની દુશ્મની અન્વયે આ હુમલો કરાયાનું પોલીસ સમક્ષ લખાવાયું છે. ભુજ બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer