પશ્ચિમ કચ્છમાં 188ના 24 અને પૂર્વ કચ્છમાં વિવિધ 14 ગુના દાખલ કરાયા

ભુજ, તા. 3 : લોકડાઉન અમલવારી દરમ્યાન નિયમોનો ભંગ કરનારા સામેની કાયદાકીય કાર્યવાહી અંતગર્ત પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં 24 અને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં 14 ગુના જવાબદારો સામે દાખલ કરાયા હતા. પશ્ચિમ કચ્છમાં આજે રાત્રે નવ વાગ્યા સુધીમાં વિવિધ પોલીસ મથકમાં કલમ 188 તળે 24 કેસ નોંધાયાનું સત્તાવાર સાધનો દ્વારા જણાવાયું હતું. ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ પૂર્વ કચ્છ પોલીસે આજે પણ કારણ વિના ફરતા લોકો સામે ગુના દર્જ કરી પાંજરે પૂર્યા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ડ્રોન કેમેરા સર્વેલન્સનો ઉપયોગ કરી સતત લોકો ઉપર વોચ રાખવામાં આવી રહી છે. આ દરમ્યાન  જાહેરનામાના ત્રણ કેસ કરાયા હતા. દરમ્યાન આજે પણ કારણ વિના બહાર નીકળેલા અને ટોળામાં ઊભેલા અનેક લોકો કાયદાની ઝપટે ચડયા હતા. જિલ્લામાં આજે કુલ 14 જેટલા કેસ કરી 30 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ 74 વાહનો ડિટેઈન કરી રૂા. 46 હજારના દંડની વસૂલાત કરવામાં આવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer