લોકડાઉન પછીયે ટ્રેન શરૂ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી

ભુજ, તા. 3 : લોકડાઉન ખતમ કરાય, તો ત્યારપછીથી ટ્રેનો શરૂ કરવાની હજુ સુધી કોઈ સૂચના નથી તેવી જાણકારી મળી હોવાનું કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. સાંસદે મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે ટેલિફોનિક વાતચીત કરતાં મેળવેલી માહિતી મુજબ, હજુ તો માત્ર ઓનલાઈન બુકિંગ શરૂ કરાયું છે.દેશભરમાં એકપણ ટ્રેન દોડાવવાની લીલીઝંડી આપવા અંગે કેન્દ્ર સરકારે હજુ કોઈ નિર્ણય નથી લીધો તેવું શ્રી ચાવડાએ ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer