લોકડાઉન પછીયે આંતર જિલ્લા હેરફેર પર નિયંત્રણ જરૂરી

ભુજ, તા. 3 : કોરોના વાયરસને ફેલાતો રોકવા લાગુ કરાયેલા લોકડાઉનનો સમયગાળો પૂરો થઈ ગયા પછી પણ પરિસ્થિતિ થાળે પાડવા માટે આંતરજિલ્લા હેરફેર પર?નિયંત્રણ લંબાવવા સહિતના સૂચનો કચ્છ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના સાંસદોએ કર્યા હતા. સંસદીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને અર્જુન રામમેઘવાળે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતના સંસદસભ્યો સાથે તમામ જિલ્લામાં વિવિધ જીવનજરૂરી ચીજોનો પુરવઠો પૂરતો હોવા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. કચ્છ-મોરબીના યુવા સાંસદ વિનોદ ચાવડાએ પણ આ ચર્ચામાં ભાગ લેતાં વિવિધ સૂચનો સાથે તેમના મતક્ષેત્રોમાં કોરોના વાયરસ સંબંધિત સ્થિતિ અંગે માહિતી પૂરી પાડી હતી.સંસદીય પ્રધાનોએ વિવિધ સૂચનો માગવા સાથે પોતપોતાના વિસ્તારોમાં થાય તેટલી મદદ કરવા અપીલ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer