59 અબજનું ચૂકવણું, 41 અબજની આવક સરકારી તિજોરીમાં જમા કરાઈ

ભુજ, તા. 3 : કોરોના વાયરસથી પ્રસરેલી અસર વચ્ચે આ વખતે માર્ચ એન્ડિંગ એટલે કે હિસાબી વર્ષની સમાપ્તિની કામગીરી પર પણ તેની અસરનો પ્રભાવ વર્તાયો હતો. ત્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં 59 અબજના ચૂકવણા સામે 41 અબજની આવક સરકારી તિજોરીમાં જમા કરાવાઈ છે. જિલ્લા તિજોરી અધિકારીશ્રી બાદીએ સત્તાવાર આંકડાકીય માહિતી આપતાં કહ્યું કે, એપ્રિલ 2019થી માર્ચ 2020ના આ નાણાકીય વર્ષ દરમિયાન વિવિધ તંત્રોને ગ્રાન્ટ તેમજ અન્ય હેતુ માટે કુલ 59 અબજ 83 કરોડ 63 લાખ 13 હજાર 149નું ચૂકવણું કરવામાં આવ્યું છે. માસવાર ચૂકવણાનો આંકડો જોઈએ તો એપ્રિલમાં 416 કરોડ, મેમાં 509 કરોડ, જૂનમાં 566 કરોડ, જુલાઈમાં 430 કરોડ, ઓગસ્ટમાં 510 કરોડ, સપ્ટેમ્બરમાં 471 કરોડ, ઓક્ટોબરમાં 591 કરોડ, નવેમ્બરમાં 443 કરોડ, ડિસે.માં 436 કરોડ, જાન્યુઆરીમાં 662 કરોડ, ફેબ્રુઆરીમાં 395 અને માર્ચ માસમાં 547 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું તો સામી તરફ રિસીપ્ટ એટલે કે કેટલી આવક જિલ્લામાંથી સરકારી તિજોરીમાં જમા થઈ તેના આંકડા પર દૃષ્ટિપાત કરીએ તો 41 અબજ 49 કરોડ 9 લાખ 81 હજાર 708ની રિસીપ્ટ આવક સરકારી તિજોરીમાં જમા થઈ છે. આ આવકના આંકડાના માસવાર આંકડા પર એક નજર કરીએ તો એપ્રિલમાં 323 કરોડ, મેમાં 303 કરોડ, જૂનમાં 377 કરોડ, જુલાઈમાં 290 કરોડ, ઓગસ્ટમાં 339 કરોડ, સપ્ટેમ્બરમાં 296 કરોડ, ઓક્ટોબરમાં 397 કરોડ, નવેમ્બરમાં 365 કરોડ, ડિસેમ્બરમાં 284 કરોડ, જાન્યુઆરીમાં 470 કરોડ, ફેબ્રુઆરીમાં 297 તો માર્ચમાં 402 કરોડ સાથે આવકનો કુલ આંકડો આ સ્તરે પહોંચ્યો છે. આ વખતે હિસાબી વર્ષની કામગીરી પર કોરોનાની અસર દેખાઈ હોય તેમ આવક અને ચૂકવણા ગત વર્ષની તુલનાએ સરેરાશ તો ઘટાડો નોંધાતો હોવાનો સ્વીકાર પણ જિલ્લા તિજોરી અધિકારી દ્વારા કરાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer