વાહન રિપેરિંગની દુકાનો નિશ્ચિત સમય માટે ચાલુ રાખવા છૂટ આપો

ભુજ, તા. 3 : કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન અમલી છે. લોકડાઉનના જારી આદેશ વચ્ચે વાહન રિપેરિંગની દુકાનો નિશ્ચિત સમય અવધિ માટે ચાલુ રાખવાની રજૂઆત કરવામાં આવી છે. ભુજ ટુ-વ્હીલર એસોસીએશનના પ્રમુખ ભરત ચતુરાણી સહિતના હોદ્દેદારોએ કરેલી રજૂઆતમાં  જણાવ્યા અનુસાર લોકડાઉનની વચ્ચે સવાર અને સાંજ બે-બે કલાકની નિશ્ચિત સમય અવધિ માટે વાહન રિપેરિંગની દુકાનો ચાલુ રાખવા દેવાય તો ઘણી બધી રાહત થશે. ભુજમાં 350 જેટલી નાની-મોટી વાહન રિપેરિંગની દુકાનો છે. આ પૈકી 183 દુકાનો તો એસોસીએશન સાથે  સંકળાયેલી છે. નાના ધંધાર્થીઓની હાલત કફોડી બનતાં તેમના માટે  જીવનનિર્વાહ ચલાવવો પડકારજનક બની ગયો છે. આ તમામ દુકાનધારકો દ્વારા સેલ્ફ ડિસ્ટન્સિંગ સહિતના  અમલની પણ?તત્પરતા દર્શાવાઇ  છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer