કોઈ પણ નોકરિયાતનો પગાર કાપવો નહીં

ભુજ, તા. 3 : સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-19) ફેલાયેલો છે કે જેને ડબ્લ્યુએચઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલી છે. જે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે અને કેન્દ્રિય ગૃહ મંત્રાલયના જાહેરનામાથી તા. 25/3/થી 21 દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકૂફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અન્વયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-34 મુજબ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, કચ્છ-ભુજ દ્વારા તા. 30/3/2020ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  જે અંતર્ગત કચ્છ જિલ્લામાં તમામ રોજગાર પૂરા પાડતા ઉધોગો, વ્યાપારિક, વાણિજ્ય સંસ્થા/દુકાનો, કોન્ટ્રાકટરોએ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમ્યાનના તેમના ઉદ્યોગો, વાણિજ્ય સંસ્થા/દુકાનો બંધ રહ્યા હોય તો પણ કામના સ્થળે નિયત થયેલું મહેનતાણું નિયત થયેલી તારીખે જ કોઇ પણ પ્રકારના કપાત વગર પૂરેપૂરું ચૂકવવાનું રહેશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer