ખેડૂતોના લોક કરાયેલા બેન્ક ખાતા તાત્કાલિક ખુલ્લા કરવા રજૂઆત

ભુજ, તા. 3 : આવકવેરા વિભાગે એક-બે મહિના પહેલાં કેટલાક ખેડૂતોના બેન્ક એકાઉન્ટ લોક કરી દીધા હતા. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ આ લોક કરી દેવાયેલા એકાઉન્ટ પાછા ખુલ્લા કરવાની રજૂઆત કરવામાં આવી છે.કચ્છ ખેડૂત હિત સમિતિએ મુખ્યમંત્રી-કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર સંકટના સમયે ખેડૂતો પોતાની જમા રાશિ રાષ્ટ્રહિત કાજે વાપરી શકે તે માટે ફ્રીઝ કરી દેવાયેલા ખાતા ફરી ખોલવા આવશ્યક છે. એક અંદાજ અનુસાર આવકવેરા  વિભાગે એકલા કચ્છ-સૌરાષ્ટ્રમાં જ 700થી વધુ બેન્ક એકાઉન્ટ સીલ કરી દીધા છે. ખેડૂતો પર કોઈ પણ પ્રકારના પગલાં ભરવા હોય તો 3 મહિના પછીય ભરી શકે છે પણ હાલના સમયે માનવતાવાદી વલણ દાખવી બેન્ક એકાઉન્ટ ફરી ખુલ્લા કરવા માટે માગણી કરી ઘટતી કાર્યવાહી કરવા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer