ખાસ કોરોના માટે ત્રણ હોસ્પિટલ માન્ય

ભુજ, તા. 3 : રાજ્ય સરકારે કોરોનાના સામના માટે વિશેષ આયોજન કરવા પૂર્વ આરોગ્ય કમિશનર જે.પી. ગુપ્તાને વધારાનો હવાલો સોંપ્યો છે.  શ્રી ગુપ્તાએ મુખ્ય તબીબી અધિકારી આરડીસી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાના આઇસોલેશન વોર્ડ અને આઇસીયુની વિગતો માગી હતી. કચ્છમાં કોરોના માટે?ખાસ ત્રણ હોસ્પિટલ જાહેર કરાઇ છે, જેમાં ભુજની જી.કે. જનરલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ વાયબલ તેમજ આદિપુરની હરિઓમ ટ્રસ્ટની જૂની હોસ્પિટલની તપાસ શરૂ થઇ છે. ડો. બૂચે જણાવ્યું કે,  આ હોસ્પિટલમાં  ખૂટતી સુવિધા અને સાધનોની સૂચિ તૈયાર કરી રાજ્ય કક્ષાએ મોકલાઇ છે. જી.કે. જનરલમાં ઓપીડી ચાલુ સિવિલ સર્જન ડો. બૂચને જી.કે.માં ઓપીડી અંગે પૂછતાં જણાવ્યું કે, ઓપીડી ચાલુ પણ દર્દીઓ ખૂબ જ ઓછા આવે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર વાજપેયી ગેટમાંથી પ્રવેશતાં હોસ્પિટલમાં ફ્લુવાળા દર્દીઓ માટે અલગ ઓપીડી શરૂ કરાઇ છે. ખાનગી હોસ્પિટલો ચાલુ રાખવા તંત્રે સૂચના આપી સિવિલ સર્જન ડો. બૂચને ખાનગી હોસ્પિટલો ખૂલતી ન હોવાની ફરિયાદો અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, જિલ્લા કલેક્ટરે આઇએમએ-ખાનગી ડોક્ટરોને હોસ્પિટલો ચાલુ રાખવા બેઠકમાં સૂચના આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer