કચ્છ યુનિ.ની ઇસી-એસીની નવરચના સંપન્ન

કચ્છ યુનિ.ની ઇસી-એસીની નવરચના સંપન્ન
ભુજ, તા. 27 : એક બાજુ કોરોનાની મહામારીનાં કારણે લોકડાઉનની સ્થિતિ છે, પરંતુ કચ્છ યુનિવર્સિટી દ્વારા આજે મુદ્દત પૂર્ણ થઇ રહી છે, એવી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (ઇસી), એકેડેમિક કાઉન્સિલ (એસી) અને ડિનની નિમણૂકોની બહાલી આપવા સાથેનું જાહેરનામું બહાર પાડવામાં  આવ્યું હતું. યુનિવર્સિટીમાં મળતી સત્તાવાર વિગતો મુજબ ડિનની નવરચનાને પગલે નવા ડિનમાંથી સિનિયર ડો. પી.એસ. હીરાણીએ  સરકારના આદેશ મુજબ કુલપતિનો પદભાર સંભાળ્યો હતો. તો વિવિધ કમિટીઓની રચનાને બહાલી અપાઇ હતી.યુનિ.ની સૌથી મોટી સત્તાધારી સમિતિ ઇસીના સભ્યોમાં અધ્યક્ષપદે હોદ્દાની રૂએ કુલપતિ ડો. હીરાણી રહેશે. કોલેજોના કાયમી હોય તેવા આચાર્યોની બે જગ્યાઓમાં રોટેશન મુજબ અલગ અલગ ફેકલ્ટી પ્રમાણે આદિપુર તોલાણી કોમર્સના ડો. મનીષ પંડયા અને રાપર આર્ટસ કોલેજના ડો. પરેશ રાવલ નિમાયા છે.  બે ડિનની જગ્યાઓના અલગ અલગ ફેકલ્ટી મુજબ આર્ટસમાંથી ડો. કાશ્મીરા મહેતા અને કોમર્સમાંથી ડો. પી.એસ. હીરાણી, જ્યારે સૌથી સિનિયર રીડરની જગ્યામાં રોટેશન મુજબ ડો. આર. વી. બસિયાની પસંદગી થઇ છે.  જ્યારે સિનિયર પ્રોફેસરની જગ્યામાં ડો. વિજય વ્યાસની  નિમણૂક થઇ છે. આ સિવાય હોદ્દાની રૂએ અને શિક્ષણ વિભાગના આદેશ મુજબ જગ્યાઓ ભરાશે. જ્યારે એકેડેમિક કાઉન્સિલમાં કુલપતિ ડો. હીરાણી સાથે તમામ ડિન ડો. ડી.એમ. બકરાણિયા, ડો. ગિરીન બક્ષી, ડો. કાશ્મીરાબેન અને વિભાગના વડાઓ તરીકે ડો. દર્શનાબેન?ધોળકિયા, ડો. એમ. જી. ઠક્કર, ડો. કે. એન. ત્રિવેદી, ડો. એસ. જી. ભંડારી, ડો. જયદેવસિંહ રાયજાદા, ડો. મહેશ મુલાની, ડો. સી. પી. પટેલ, ડો. જાગૃતિ પંડયાનો સમાવેશ થાય છે. આ સિવાય અધ્યાપકોની, આચાર્યોની જગ્યામાંથી પણ વિવિધ પ્રાધ્યાપકોની પસંદગી  થઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer