કાઠમંડુથી યાત્રાળુઓને લઈને પરત ફરેલી લકઝરી બસ આડેસર ચેકપોસ્ટ અટકાવાઈ

કાઠમંડુથી યાત્રાળુઓને લઈને પરત ફરેલી લકઝરી બસ આડેસર ચેકપોસ્ટ અટકાવાઈ
આડેસર (તા. રાપર), તા. 27 :કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર વિસ્તારમાં ક્વોરેન્ટાઈનની સુવિધા ન હોવાથી તેની ગંભીર સમસ્યા યાત્રાળુ અને તંત્ર અનુભવી રહ્યા છે, આજે વૃદ્ધ યાત્રાળુઓને ભારે હેરાનગતિનો ભોગ બનવું પડયું હતું. આ બનાવની વિગત એવી છે કે, કાઠમંડુ યાત્રા કરીને પરત ફરેલા 47 વડિલોને ચેકપોસ્ટ પર અટકાવાયા હતા. આ સંઘમાં યાત્રાળુઓ અનેક જિલ્લા ફરીને આવ્યા હતા. પણ આડેસર સી.એચ.સી.માં માત્ર 20 બેડની સુવિધા હોતાં પાંચ કલાકના રોકાણ બાદ વડીલોને મૂકત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, જામનગર, દ્વારકા, ખડીર, ચોબારી વિગેરે વિસ્તારમાંથી આ યાત્રાં ઓ ટૂર પેકેજમાં ગયા હતા. વાગડ વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા જોઈએ તેવી સગવડો ઉભી કરવામાં આવી નથી. આમ તો સૌ કોઈએ પોતપોતાના ઘરમાં જ રહેવાનો આદેશ છે. છતા લોકો સમજવા તૈયાર નથી. આ વિસ્તારમાં ફસાયેલા બહારના લોકો 500 કિ.મી. સુધીનો પગપાળા ચાલીને જવાનો નિર્ણય લઈને બહાર નીકળ્યા છે. પરંતુ આડેસર ચેકપોસ્ટ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. કચ્છના કોઈ બહાર ના જાય અને બહારના કોઈ કચ્છમાં ન આવે તે કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. કોઈની ભલામણ કોઈની લાગવગ અહીં કામ આવતી નથી. માટે કચ્છમાંથી બહાર જવા નીકળવાનું વિચારવાવાળાઓ માટે પણ આવું ન કરે તેવું સત્તાવાળાઓઁ સમજાવી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer