માંડવીમાં શાકભાજી વેચાણ માટે વ્યવસ્થા ગોઠવાઇ

માંડવીમાં શાકભાજી વેચાણ માટે વ્યવસ્થા ગોઠવાઇ
માંડવી, તા. 27 : શહેરમાં મુખ્ય શાકમાર્કેટ બંધ કરીને પંડિત દીનદયાલ ગ્રાઉન્ડમાં વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદી ઝાપટાં આવતાં શહેરમાં વિવિધ જગ્યાઓએ અલગ અલગ ગાડીઓ દ્વારા શાકભાજીનું વેચાણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. શહેરના મુખ્યમાર્ગ પર ક્યાંય ભીડ?ન થાય તે માટે પોલીસ કર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા છે.નગરપતિ મેહુલ શાહ સાથે મામલતદાર શ્રી ડાંગી, પી.આઇ. શ્રી ચૌધરી શહેરનું જાત નિરીક્ષણ કરી રહ્યા છે. ગેસના સિલિન્ડરનું રીફીલીંગ સવારે 9થી 11 દરમ્યાન નિક્કી ઇન્ડેન સર્વિસ પાસે ગ્રાહકોએ ખાલી બોટલ લઇને જવાથી તરત ભરેલી બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં ભીડ ન થાય તે માટે પોલીસકર્મીઓ વ્યવસ્થામાં સહયોગ આપી રહ્યા છે. શાકભાજીનું વેચાણ કરનારા તથા સમાજના આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં હાથગાડી દ્વારા શાકનું વાજબીભાવે વિતરણ કરવાનું નક્કી થયું હતું. પંડિત દીનદયાલ ગ્રાઉન્ડમાં પણ શાકભાજી વેચાણની વ્યવસ્થા ચાલુ જ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer