ગાંધીધામ-અંજારમાંથી પદયાત્રા કરી શ્રમિકોએ હિજરત શરૂ કરી

ગાંધીધામ-અંજારમાંથી પદયાત્રા કરી શ્રમિકોએ હિજરત શરૂ કરી
ગાંધીધામ, તા. 27 : વિશ્વભરમાં આતંક મચાવનાર કોરોના વાયરસને અંકુશમાં લેવામાં દેશભરમાં તાળાબંધી લાદવામાં આવી છે.આ સ્થિતિમાં પરિવહન માટે  કોઈ પ્રકારનું વાહન ન  મળતું હોવા છતાં ભય તળે આવેલા શ્રમિકોએ ગાંધીધામ-અંજાર તાલુકામાંથી  હિજરત શરૂ  કરી હતી. વડાપ્રધાને  જાહેર કરેલા લોકડાઉનને પગલે ગાંધીધામ અને અંજારમાં આવેલા ઓદ્યોગિક એકમો બંધ થયા છે. પરિણામે રોજનું કમાઈ રોજનું ખાનાર શ્રમિકવર્ગ પાસે રોજગારી ન હોવાથી તે મુશ્કેલીમાં મુકાયો છે. જો કે  જુદી-જુદી સંસ્થાઓ દ્વારા આ વર્ગની વહારે આવી  રાશનકિટ વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ આરંભમાં આવી છે. હાલમાં ગાંધીધામ અને અંજારમાંથી અન્ય જગ્યાએ જવા માટે  કોઈ સુવિધા ન હોવા છતાં શ્રમિકવર્ગે પદયાત્રા  કરી પોતાના વતન પાછા ફરવા માટે હિજરત શરૂ  કરી છે. ગાંધીધામ- ભચાઉ ધોરી માર્ગે  મોટી સંખ્યામાં મજૂરવર્ગ પોતાના પરિવાજનોને  તથા ઘરવખરી  લઈને નીકળ્યો હતો તેવા દૃશ્યો  જોવા મળ્યા હતા. દરમ્યાન હિજરત કરતા છૂટક કામદારોને સેવાભાવીઓ  ભોજન, પાણી, નાસ્તો આપી મદદ કરી રહ્યા છે.અંજાર પ્રાંત અધિકારી અને તેમની ટીમ તથા પોલીસતંત્રે  શ્રમિકોને  સમજાવી  હિજરત ન કરવા અનુરોધ કર્યો હતો અને તેમને પાછા વાળ્યા હતા.     

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer