કોરોનાને લઈ સોશિયલ મીડિયામાં આવતી વિગતોથી ડરવાની જરૂર નથી

કોરોનાને લઈ સોશિયલ મીડિયામાં આવતી વિગતોથી ડરવાની જરૂર નથી
ગાંધીધામ, તા.27 :કોરોના વાયરસને લઈ સોશિયલ મીડિયામાં આવતા વીડિયો અને ચિત્રો,  ઓડિયોથી ડરવાની જરૂરિયાત નથી, ઘરમાં રહો સુરક્ષિત રહો તેવી વિગતો આજે ગાંધીધામમાં જૈન સેવા સમિતિ દ્વારા સંચાલિત હોસ્પિટલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અપાઈ હતી.  પત્રકાર પરિષદને સંબોધતાં  રામબાગ હોસ્પિટલના વડા ડો. શ્રીવાસ્તવે કહ્યંy હતું કે, આટલો મોટો વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં કોરોનાનો એક જ પોઝિટિવ કેસ છે એ સિવાયના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જે ખરેખર સારી બાબત છે. ગાંધીધામના બાળરોગ નિષ્ણાત ડો. રાજેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે આ અગાઉ  સ્વાઈન ફલુ સહિતના રોગો  સામે આવ્યા છે. જેની સરખામણીમાં કોરોના વાયરસના વિસ્તરણનું પ્રમાણ વધારે  છે. ગુજરાતમાં છેલ્લા 12  કલાકમાં એક પણ કોરોના વાયરસનો કેસ સામે નથી આવ્યા, જે  લોકડાઉનની સ્થિતિને કારણે શકય બન્યું છે. પોલીસ ઈન્સ્પેકટર વી.એફ. ઝાલાએ કહ્યંy હતું કે, આ પરિસ્થિતિમાં  લોકોનો  સારો  સહકાર મળી રહ્યો છે. કાયદાની અમલવારી અને પ્રજાની સેવા માટે પોલીસ સ્ટાફ સતત  પ્રયત્નશીલ છે. વધુમાં તેઓ પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા  આવી વિકટ પરિસ્થિતિમાં લોકજાગૃતિ માટે કરાતી કામગીરી  સરાહનીય છે. જૈન સેવા સમિતિ હોસ્પિટલના એમ.ડી. ડો. મહાદેવ પટેલે જણાવ્યું હતું કે ચીન બાદ અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો પરંતુ ભારતમાં વડાપ્રધાને  જાહેર કરેલા લોકડાઉનને કારણે  કચ્છ અને ભારતમાં કેસોની સંખ્યા ઘટી રહી છે. હોસ્પિટલના વહીવટી વિભાગના પ્રીતિબેને  પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ બેઠકમાં બાળકો અને 60 વર્ષથી ઉપરની વયના  વરિષ્ઠ નાગરિકોએ ઘરમાંથી બહાર ન નીકળવા તથા  લોકોને  ઘરમાં રહેવા  અનુરોધ  કરાયો હતો. આ ઉપરાંત વારંવાર હાથ  ધોવા અને ઘરની અંદર પણ ઘરના સભ્યો વચ્ચે અંતર રાખી સુરક્ષિત રહેવા જણાવાયું હતું.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer